________________
સમ્યગ્દાિત્રિંશિકા/મ્લોક-૧૫-૧૬
(૧) તથ્યધર્મમાં નિશ્ચલ અનુરાગ :
સંપૂર્ણ હિંસાના પરિહારરૂપ તથ્યધર્મ છે અર્થાત્ ભગવાને બતાવેલા સંયમજીવનમાં ષટ્કાયના પાલનને ઉચિત બાહ્ય આચરણા, ષટ્કાયના પાલનનો પરિણામ અને હિંસાના બીજભૂત ક્રોધાદિ ભાવોના પ્રતિપક્ષ ક્ષમાદિમાં યત્ન, જે ધર્મમાં બતાવેલ હોય તે ધર્મ સંપૂર્ણ હિંસા વગરનો ધર્મ છે, અને તે તથ્યધર્મ છે; અને આવા તથ્યધર્મમાં જે નિશ્ચલ અનુરાગ, તેમ જ
(૨) દેવમાં નિશ્ચલ અનુરાગ :
વળી, રાગ, દ્વેષ, મોહ અર્થાત્ મિથ્યાત્વ અને અજ્ઞાનથી મુક્ત એવા વીતરાગ સર્વજ્ઞ દેવમાં નિશ્ચલ અનુરાગ, તેમ જ,
૭
(૩) સાધુમાં નિશ્ચલ અનુરાગ તે સંવેગ છે ઃ
સર્વ પ્રકારના પ્રતિબંધોરૂપ ગ્રંથોથી રહિત સાધુમાં જે નિશ્ચલ અનુરાગ - આ ત્રણમાં જે અનુરાગ છે તે સંવેગ છે.
આવા પ્રકારના સંવેગને ધારણ કરનાર સંવિગ્ન કહેવાય, અને આવા સંવિગ્ન પુરુષ સંસારનું નિર્ગુણપણું જાણીને, જરામરણાદિના કારણે દારુણ અગ્નિ જેવા સંસારથી પોતાના નિસ્તારનું જે ચિંતવન કરે છે, અને સદા પોતાના પ્રયોજનમાત્રમાં પ્રતિબદ્ધ ચિત્તવાળા હોય છે અર્થાત્ ‘હું એવું કરું કે જેથી તથ્યધર્મની પ્રાપ્તિ થાય અને આ સંસારથી તરું' આ પ્રકારના સ્વપ્રયોજનમાત્રમાં પ્રતિબદ્ધ ચિત્તવાળા હોય છે, આવા જીવો મુંડકેવળી થાય છે. દ્રવ્યથી મસ્તકનું મુંડન કરાયેલું હોય અને ભાવથી રાગ-દ્વેષ-મોહનું મુંડન કરેલું હોય, તેવા અને તીર્થંક૨-ગણધરાદિ જેવા બાહ્ય અતિશયોથી શૂન્ય હોય તે મુંડકેવળી છે. જેમ પીઠ-મહાપીઠ સાધુ મુંડકેવળી થયા. [૧૫ અવતરણિકા :
સમ્યગ્દષ્ટિ જીવો કેવા ગુણવાળા હોય છે ? તેનું સ્વરૂપ પ્રથમ બતાવ્યું. પછી સમ્યગ્દષ્ટિ જીવો સમ્યક્ત્વથી ભ્રષ્ટ થાય તોપણ તેઓની સુંદરતા સર્વથા જતી નથી તે બતાવ્યું. વળી સૌગતો બોધિસત્ત્વનું સ્વરૂપ બતાવે છે તે સર્વ સુંદર સ્વરૂપ સમ્યક્ત્વકાળમાં સમ્યગ્દષ્ટિમાં ઘટે છે, તેમ બતાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org