________________
સમ્યગ્દદ્વિાત્રિંશિકા/શ્લોક-૧૩-૧૪
સમ્યક્ત્વની=બોધિની, પ્રાપ્તિ થાય છે. એ પ્રમાણે તીર્થંકરના આત્માઓ પણ વરબોધિ પામે છે ત્યારે તીર્થંકરના આત્માઓનો વરબોધિની પ્રાપ્તિને અનુકૂળ એવો પુરુષકાર, વરબોધિની પ્રાપ્તિને અનુકૂળ એવી કર્મની લઘુતા અને વરબોધિની પ્રાપ્તિને અનુકૂળ એવો કાળનો પરિપાક, તથાભવ્યત્વથી આક્ષિપ્ત થાય છે. તેથી જે કાળમાં તે પ્રકારની કર્મની લઘુતાને પ્રાપ્ત કરીને તીર્થંકરના આત્મામાં વરબોધિને અનુકૂળ પુરુષકાર પ્રવર્તે છે, તે કાળમાં વરબોધિની પ્રાપ્તિ થાય છે.
૪૨
આનાથી એ પ્રાપ્ત થયું કે મોક્ષમાં જવાની યોગ્યતારૂપ ભવ્યત્વ સર્વ ભવ્ય જીવોનું સમાન છે, તોપણ તે ભવ્યત્વ ભિન્ન-ભિન્ન પ્રકારે ભિન્ન-ભિન્ન કાળમાં અને ભિન્ન-ભિન્ન ક્ષેત્રમાં ફળને અભિમુખ પરિપાકને પામે છે, તેનું કારણ દરેકનું ભવ્યત્વ કથંચિત્ જુદું પણ છે. આમ, સર્વ જીવોનું ભવ્યત્વ ભવ્યત્વરૂપે સમાન છતાં, ભિન્ન-ભિન્નરૂપે પરિપાક પામે છે તે અપેક્ષાએ અસમાન પણ છે. માટે ભવ્યત્વ કથંચિત્ સમાન અને કથંચિત્ અસમાન છે, એ રૂપ સ્યાદ્વાદની પ્રાપ્તિ થાય છે. તેથી અન્ય સમ્યગ્દષ્ટિ જીવો કરતાં તીર્થંકરના આત્માઓને તથાભવ્યત્વથી આક્ષિપ્ત એવાં આ ત્રણે સહકારીઓ પ્રમાણે સોધિની પ્રાપ્તિરૂપ ફળભેદની પ્રાપ્તિ થાય છે.
સંક્ષેપથી સર્વ ભવ્ય જીવોમાં મોક્ષમાં જવાની યોગ્યતારૂપ ભવ્યત્વ સમાન છે, અને તે તે ભવોમાં જે પ્રકારે કાર્યભેદ પ્રાપ્ત થાય છે, તે પ્રકારે તે ભવ્યત્વ અસમાન છે. તેથી તીર્થંકરના આત્માઓમાં પણ જે ક્ષેત્રાદિકૃત પરસ્પર ભેદ પ્રાપ્ત થાય છે, તે ભવ્યત્વના ભેદને કારણે છે. II૧૩
અવતરણિકા :
શ્લોક-૧૩માં બે પ્રકારે બોધિસત્ત્વની વ્યુત્પત્તિ કરી. હવે બીજા સદ્બોધિવાળા તીર્થંકરના આત્માઓ કઈ રીતે પરમ કલ્યાણને પામે છે. તે બતાવે છે –
શ્લોક ઃ
तत्तत्कल्याणयोगेन कुर्वन् सत्त्वार्थमेव सः । तीर्थकृत्त्वमवाप्नोति परं कल्याणसाधनम् ।।१४।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org