________________
સમ્યગ્દદ્વિાત્રિંશિકા/શ્લોક-૧૩
૪૧
ધર્મપ્રશંસાદિ ફળોને પ્રાપ્ત કરે; અને ધર્મપ્રશંસાદિરૂપ ફળોને પ્રાપ્ત કરનારા જીવો પણ કેટલાક ભિન્ન કાળમાં થાય છે, ભિન્ન ક્ષેત્રમાં થાય છે અને બીજાધાન પણ ભિન્ન-ભિન્ન પ્રકારનાં પ્રાપ્ત કરે છે, તેમાં કારણ તેઓનું તથાભવ્યત્વ છે. તેથી જે જીવનું જેવું ભવ્યત્વ હોય તે પ્રમાણે તે કાળમાં, તે ક્ષેત્રમાં અને તે નિયત પ્રકારથી બીજાધાનાદિ ફળને પ્રાપ્ત કરે છે. તેથી તીર્થંકરના આત્માઓ સમ્યક્ત્વ પામે અને અન્ય આત્માઓ પણ સમ્યક્ત્વ પામે, તે બંને પ્રકારના આત્માઓનું સમ્યક્ત્વરૂપ ફળભેદનું કારણ તેઓનું તથાભવ્યત્વ જુદું છે. તેથી અન્ય જીવો માત્ર બોધિ પ્રાપ્ત કરે છે અને તીર્થંકરના આત્માઓ સદ્બોધિ પ્રાપ્ત કરે છે અર્થાત્ વરબોધિ પ્રાપ્ત કરે છે.
આ રીતે તે તે જીવોનું તે તે પ્રકારનું તથાભવ્યત્વ બોધિના ભેદની પ્રાપ્તિનું કારણ છે. અને તેને દૃઢ કરવા માટે કહે છે કે જો બધા જીવોનું તથાભવ્યત્વ તુલ્ય હોય તો બધા જીવોને સહકારી પણ તુલ્ય જ પ્રાપ્ત થવાં જોઈએ, પરંતુ બધા જીવોને સહકારી જુદાં મળે છે. તેથી જુદા જુદા પ્રકારનાં ફળ પ્રાપ્ત થાય છે, તેમાં પણ તે જીવોનું જુદા પ્રકારનું ભવ્યત્વ કારણ છે.
તેથી એ ફલિત થાય કે જે જીવનું તથાભવ્યત્વ જે પ્રકારના સહકારીની પ્રાપ્તિનું કારણ હોય, તે પ્રકારના સહકારીભેદને પ્રાપ્ત કરીને બીજસિદ્ધયાદિરૂપ ફળભેદને પ્રાપ્ત કરે છે. તેથી તીર્થંકરથી અન્ય જીવો ભિન્ન પ્રકારના તથાભવ્યત્વથી ભિન્ન પ્રકારના સહકારીને પ્રાપ્ત કરીને સમ્યક્ત્વ પામે છે, અને બધા તીર્થંકરોનું વરબોધિ પ્રાપ્ત કરાવે તેવું તથાભવ્યત્વ સમાન છે અને કાલાદિભેદને કરાવનારૂં તથાભવ્યત્વ ભિન્નભિન્ન છે. માટે સમ્યક્ત્વની પ્રાપ્તિને અનુકૂળ પુરુષકાર, સમ્યક્ત્વની પ્રાપ્તિને અનુકૂળ કર્મની લઘુતા અને સમ્યક્ત્વની પ્રાપ્તિને અનુકૂળ કાળનો પરિપાક તથાભવ્યત્વથી આંક્ષિપ્ત થાય છે.
અહીં વિશેષ એ છે કે સહકારી તરીકે - (૧) જીવનું પરાક્રમ, (૨) જીવનાં તથાવિધ કર્મો અને (૩) જીવનો કાળ પાકવો : એ ત્રણ સહકારી કારણો છે. તેથી જીવના તથાભવ્યત્વથી સમ્યક્ત્વની પ્રાપ્તિને અનુકૂળ પુરુષકાર, સમ્યક્ત્વની પ્રાપ્તિને અનુકૂળ કર્મની લઘુતા અને સમ્યક્ત્વની પ્રાપ્તિને અનુકૂળ કાળનો પરિપાક આક્ષિપ્ત થાય છે. તેથી જે કાળમાં તે પ્રકારની કર્મની લઘુતાને પ્રાપ્ત કરીને સમ્યક્ત્વને અનુકૂળ પુરુષકાર પ્રવર્તે છે, તે કાળમાં સામાન્ય જીવોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org