________________
સમ્યગ્દદ્વિાત્રિંશિકા/બ્લોક-૧૩
કાળથી તથાભવ્યત્વનું વૈચિત્ર્ય :- જેમ વી૨ ભગવાન પણ તીર્થંકર થયા અને ઋષભદેવ ભગવાન પણ તીર્થંકર થયા; આમ છતાં ભિન્ન કાળમાં ઋષભદેવ ભગવાન તીર્થંકર થયા અને ભિન્ન કાળમાં વીર ભગવાન તીર્થંકર થયા. તેથી કાળના ભેદરૂપ વિચિત્રતા કરે તેવું તથાભવ્યત્વ વીર ભગવાનનું અને ઋષભદેવ ભગવાનનું જુદા પ્રકારનું હતું.
:
નૈયત્યથી=નિયતિથી નિયંત્રિત એવું તથાભવ્યત્વનું વૈચિત્ર્ય ઃ- વળી વીર ભગવાન તીર્થંકર થયા અને ઋષભદેવ ભગવાન પણ તીર્થંકર થયા; આમ છતાં વીર ભગવાનને સાત હાથની કાયા મળી અને ૭૨ વર્ષનું આયુષ્ય પ્રાપ્ત થયું, અને ઋષભદેવ ભગવાનને ૫૦૦ ધનુષ્યની કાયા મળી અને ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય પ્રાપ્ત થયું, ઇત્યાદિ અનેક પ્રકારની વિચિત્રતાનું કારણ બને તેવું તથાભવ્યત્વ બંનેનું જુદા પ્રકારનું હતું. આ રીતે જે પ્રકારનું નિયત કાર્ય થયું તેવું તથાભવ્યત્વ ઋષભદેવ ભગવાનનું હતું, અને તેનાથી અન્ય પ્રકારનું નિયત કાર્ય કરે તેવું તથાભવ્યત્વ વી૨ ભગવાનનું હતું. માટે કાર્યના નૈયત્યના ભેદનું નિયામક પણ તથાભવ્યત્વ દરેકનું જુદું હોય છે. આથી તીર્થંકર-ગણધર આદિ નૈયત્યનું નિયામક તથાભવ્યત્વ પણ જુદું હોય છે.
४०
ક્ષેત્રથી તથાભવ્યત્વનું વૈચિત્ર્ય ઃ- વળી જેમ ઋષભદેવ ભગવાન ભરતક્ષેત્રમાં તીર્થંકર થયા, અને તે સમયે મહાવિદેહ ક્ષેત્રમાં કોઈ અન્ય તીર્થંકર થયા; તે તીર્થંકરોના ક્ષેત્રોના ભેદના વૈચિત્ર્યને કરે તેવું બંનેનું તથાભવ્યત્વ જુદા પ્રકારનું હતું. તેથી બંને તીર્થંકરો તીર્થંક૨રૂપે સમાન હોવા છતાં અને એક કાળમાં થવા છતાં ભિન્ન ક્ષેત્રોમાં તીર્થંકરો થયા.
તેથી એ ફલિત થાય કે કાળના વૈચિત્ર્યમાં=ભિન્ન ભિન્ન કાળમાં બીજાધાનાદિ કાર્યો થવામાં; તૈયત્યના વૈચિત્ર્યમાં=તીર્થંકરરૂપે, ગણધરરૂપે, સામાન્ય કેવલીરૂપે તેમ જ નાના દેહરૂપે, મોટા દેહરૂપે, નિયત ભાવના વૈચિત્ર્યમાં; અને ક્ષેત્રના વૈચિત્ર્યમાં=ભરતક્ષેત્રમાં થવારૂપે કે મહાવિદેહાદિમાં થવારૂપે ક્ષેત્રના વૈચિત્ર્યમાં નિયામક એવું જે ભવ્યત્વ છે, તે તથાભવ્યત્વ છે.
અને આ વ્યક્તિભેદે તથાભવ્યત્વના ભેદને કારણે જ જીવોને બીજસિદ્ધયાદિરૂપ ફળભેદની પ્રાપ્તિ છે અર્થાત્ જે જીવને જેવું ભવ્યત્વ હોય તે પ્રમાણે યોગમાર્ગનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org