________________
૩૮
સમ્યગ્દરિદ્વાાિંશિકા/બ્લોક-૧૩ ક વીનસચિરિત્નમેરોષપત્તિ:' - અહીં ‘માર’ થી અંકુરસિદ્ધિ આદિનું ગ્રહણ કરવું. જ ‘સદારોડીપ' - અહીં ‘વિ' થી એ કહેવું છે કે તુલ્ય યોગ્યતા હોય તો કાર્ય તો સમાન થાય, પરંતુ સહકારી પણ તુલ્ય મળે.
નોંધ :- ટીકામાં ઉદ્ધરણના પાઠમાં વધસત્વસ્તાદ્ધતિ પૂર્વવત્' પાઠ છે, તેના સ્થાને વિધિસર્વતન્તોડવર્થતોડપિ દિ' એવો પાઠ “યોગબિંદુ' ગ્રંથ અનુસાર બરાબર લાગે છે, તેથી તે પ્રમાણે અમે અર્થ કરેલ છે. ભાવાર્થ - વ્યુત્પત્તિ અર્થથી પણ બોધિસત્વ અને સમ્યગ્દષ્ટિની તુલ્યતા :બોધિસત્ત્વની વ્યુત્પત્તિ બતાવે છે –
બોધિ એટલે સમ્યગ્દર્શન. તેનાથી પ્રધાન એવા જીવ તે બોધિસત્ત્વ. તે પ્રકારની વ્યુત્પત્તિથી બોધિસત્વ સંતોને માન્ય છે.
આ વ્યુત્પત્તિઅર્થથી એ પ્રાપ્ત થાય કે જે જીવે સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું છે અને તેના કારણે ઘણી ગુણસંપત્તિવાળો થયો છે, તે જીવ બોધિસત્ત્વ કહેવાય છે. આ પ્રકારની બોધિસત્ત્વની વ્યુત્પત્તિથી વિચારીએ તોપણ, સૌગતો બોધિસત્ત્વના જે ગુણો કહે છે તેવા ગુણવાળા સમ્યગ્દષ્ટિ છે, તેનો અર્થ પ્રાપ્ત થાય છે; કેમ કે સમ્યગ્દષ્ટિ જીવો સમ્યગ્દર્શનને કારણે ઘણી ઉચિત પ્રવૃત્તિ કરનારા હોય છે, અને તેના કારણે તેઓમાં ઘણી ગુણસમૃદ્ધિ પ્રગટેલી હોય છે, અને તેવી ગુણસમૃદ્ધિવાળા બોધિસત્ત્વ છે. માટે બોધિસત્ત્વની વ્યુત્પત્તિથી વિચારીએ તોપણ સૌગતોને માન્ય બોધિસત્વ અને સમ્યગ્દષ્ટિ સમાન છે. હવે ‘૩થવા' થી બોધિસત્ત્વની વ્યુત્પત્તિ અન્ય રીતે કહે છે –
જે જીવો ભાવિમાં તીર્થકર થવાના છે, તે જીવોનું તથાભવ્યત્વ અન્ય જીવો કરતાં જુદા પ્રકારનું છે, અને તેવા તીર્થકર થનાર જીવો તથાભવ્યત્વના કારણે સમ્યક્ત પામે છે ત્યારે, તેઓનું બોધિ તે સદ્ધોધિ છે અર્થાત્ તેઓને થયેલું સમ્યગ્દર્શન અનેક જીવોના સમ્યગ્દર્શનની નિષ્પત્તિમાં પરમ કારણ બને તેવું શ્રેષ્ઠ કોટિનું છે. આથી તીર્થકરના આત્મા સમ્યગ્દર્શન પામે છે, ત્યારે જેમ પોતાના કલ્યાણના અર્થી બને છે, તેમ “જગતના જીવોને પણ ભગવાનનો માર્ગ પમાડું” તેવા ઉચ્ચ અભિલાષવાળા પણ બને છે. તેથી અન્ય સમ્યગ્દર્શનવાળા જીવો કરતાં તીર્થકરોનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org