________________
૩૭
સમ્યગ્દદ્ધિાત્રિશિકા/શ્લોક-૧૩
જે કારણથી કહેવાયું છે જે કારણથી ‘યોગબિંદુ શ્લોક-૨૭૩માં કહેવાયું છે –
જે કારણથી સમ્યગ્દર્શન બોધિ, તપ્રધાન મહોદયવાળા અર્થાત્ પ્રશસ્ત ગુણના ઉદ્ગમવાળા, સત્વ=જીવ બોધિસત્વ છે, તે કારણથી આ સમ્યગ્દષ્ટિ, અવર્થથી પણ પ્રસ્તુ=મવતુ હો=બોધિસત્વ હો.” (યોગબિંદુ શ્લોક-૨૭૩)
વા=અથવા, સબોધિ તીર્થંકરપદપ્રાયોગ્ય સમ્યકત્વથી યુક્ત, તથાભવ્યત્વને કારણે ભાવિ તીર્થ કરનારા એવા જે તીર્થંકર થશે તે, બોધિસત્વ છે–તે બોધિસત્વ સંતોને માન્ય છે.
તે કહેવાયું છે=વરબોધિવાળા ભાવિ તીર્થકર થનારા જીવો બોધિસત્વ છે, તે “યોગબિંદુ શ્લોક-૨૭૪માં કહેવાયું છે –
“અથવા વરબોધિયુક્ત=તીર્થંકરપદપ્રાયોગ્ય સમ્યફત્વથી યુક્ત તથાભવ્યત્વથી જે તીર્થંકર થશે, મસી વા=આ જ, બોધિસત્વ સંતોને માન્ય છે.” (યોગબિંદુ શ્લોક-૨૭૪)
બીજા વિકલ્પમાં તથાભવ્યત્વથી વરબોધિવાળા તીર્થકરના આત્માને બોધિસત્ત્વ કહ્યા, ત્યાં તથાભવ્યત્વ શું છે ? તે સ્પષ્ટ કરવા માટે કહે છે –
ભવ્યત્વ એટલે સિદ્ધિગમનયોગ્યત્વરૂપ અનાદિ પરિણામિકભાવ, અને કાલયત્યાદિ પ્રકારથી વિચિત્રપણાને પામેલું એવું આ જ=ભવ્યત્વ જ, તથાભવ્યત્વ છે, અને આના ભેદમાં જ તથાભવ્યત્વના ભેદમાં જ, બીજસિડ્યાદિરૂપ ફળભેદની ઉપપત્તિ છે ભિન્ન-ભિનવ જીવોને આશ્રયીને ભિન્ન-ભિન્નકાળમાં અને ભિન્ન ભિન્ન રીતે બીજની સિદ્ધિ આદિરૂપ ફળભેદની પ્રાપ્તિ છે. અન્યથા તથાભવ્યત્વના ભેદમાં જ બીજસિત્યાદિરૂપ ફળભેદની પ્રાપ્તિ છે તેમ સ્વીકારવામાં ન આવે તો, તુલ્ય યોગ્યતામાં બધા જીવોની તુલ્ય તથાભવ્યત્વરૂપ યોગ્યતામાં, સહકારી પણ તુલ્ય પ્રાપ્ત થાય તથાભવ્યત્વને બીજાદિરૂપે થવામાં પુરુષકારાદિ સહકારીકારણો પણ તુલ્ય પ્રાપ્ત થાય; કેમ કે તેઓનું=સહકારીઓનું, તુલ્ય યોગ્યતાના સામર્થ્યથી આક્ષિપ્તપણું છે. એથી સબોધિની યોગ્યતાનો ભેદ જ પરંપરાએ તીર્થંકરપણાનું કારણ છે, એ પ્રમાણે ભાવન કરવું. ૧૩
ક્ષત્તિને ત્યાંના' - અહીં ‘દ્ધિ થી ક્ષેત્રનું ગ્રહણ કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org