________________
૩૪
સમ્યગ્દદ્ધિાત્રિશિકા/શ્લોક-૧૨ बोधिसत्त्वगुणान्तरसमुच्चयार्थः, इत्यादि शास्त्रान्तरोक्तं, सर्व तुल्यं समं, द्वयोरपि= सम्यग्दृष्टिबोधिसत्त्वयोः ।।१२।। ટીકાર્ચ -
પરાર્થસિ: .... વોધિસત્ત્વયો: | પરાર્થરસિક પરોપકારબદ્ધ ચિતવાળા, થીમા=બુદ્ધિઅનુગત પદાર્થના પારમાર્થિક સ્વરૂપને જોનારા, માર્ગગામી કલ્યાણને પ્રાપ્ત કરાવનાર પથમાં જનારા, મહાશય=સ્કૃીત ચિત્તવાળા, ગુણરાગી-ગુણાનુરાગવાળા બોધિસત્ત્વો હોય છે. તથતિ શ્લોકમાં રહેલ તથા' શબ્દ બોધિસત્વોનાં ગુણાંતરના સમુચ્ચય માટે છે. ત્યાદ્ધિ=શ્લોકમાં ‘ફત્યાદિ શબ્દ અન્ય શાસ્ત્રોમાં કહેવાયેલાં બોધિસત્વોના લક્ષણોના સમુચ્ચય માટે છે.
સર્વ=તે સર્વ લક્ષણો બંનેમાં પણ=સમ્યગ્દષ્ટિ અને બોધિસત્વ બંનેમાં પણ, તુલ્ય છે=સમાન છે. II૧ ભાવાર્થ
પૂર્વશ્લોક-૧૧માં કહ્યું કે બોધિસત્વ કાયપાતી છે, ચિત્તપાતી નથી, એ લક્ષણ સમ્યગ્દષ્ટિમાં ઘટે છે. તે પ્રમાણે આ શ્લોકમાં બતાવેલ બોધિસત્ત્વનાં પાંચ લક્ષણો તથા અન્ય શાસ્ત્રોમાં કહેવાયેલાં પણ બોધિસત્ત્વોનાં જે લક્ષણો છે, તે સમ્યગ્દષ્ટિમાં કઈ રીતે ઘટે છે, તે બતાવતાં કહે છે –
(૧) પરાર્થરસિક :- બોધિસત્વ જેમ પરોપકારબદ્ધ ચિત્તવાળા છે, તેમ સમ્યગ્દષ્ટિ પણ પરોપકારબદ્ધ ચિત્તવાળા છે; કેમ કે સમ્યક્ત્વનું અનુકંપા લિંગ છે. તેથી કોઈના પણ દુઃખને જોઈને તેનું હિત કેમ થાય તેવી મનોવૃત્તિવાળા સમ્યગ્દષ્ટિ છે.
(૨) ધીમાનું - બોધિસત્ત્વ જેમ બુદ્ધિમાન છે, તેમ સમ્યગ્દષ્ટિ પણ બુદ્ધિમાન છે. સમ્યગ્દષ્ટિ બોધિસત્ત્વોની જેમ સંસારનું પારમાર્થિક સ્વરૂપ સમ્યકુ જોઈ શકે છે અને પોતાનું પારમાર્થિક હિતાહિત પણ જોઈ શકે છે. માટે બુદ્ધિમાન છે.
(૩) માર્ગગામી:- બોધિસત્ત્વ જેમ કલ્યાણને પ્રાપ્ત કરાવનાર પથમાં સ્વશક્તિ અનુસાર જનારા છે, તેમ સમ્યગ્દષ્ટિ પણ સંસારના વિસ્તારની બળવાન ઇચ્છાવાળા હોવાથી સ્વશક્તિ અનુસાર કલ્યાણપથમાં જનારા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org