________________
૩૨
સમ્યગ્દદ્ધિાત્રિશિકા/શ્લોક-૧૧ કરીને સંસારના અંત માટે નિરારંભ પ્રવૃત્તિ કરે. આમ છતાં સંપૂર્ણ નિરારંભ જીવવાની શક્તિનો સંચય ન થયો હોય તો કદાચ ગૃહઆરંભાદિની પ્રવૃત્તિ કરે, તોપણ તેઓની સંસારની પ્રવૃત્તિ તપાવેલા લોઢા ઉપર પગ મૂકવા તુલ્ય હોય છે; કેમ કે અતિસકંપ પાપપ્રવૃત્તિ છે.
આશય એ છે કે સમ્યગ્દષ્ટિને આત્માનું નિરાકુળ સ્વરૂપ સુખમય દેખાય છે અને તેનો ઉપાય સંયમની નિરારંભ પ્રવૃત્તિ દેખાય છે; પરંતુ પરિપૂર્ણ નિરારંભ જીવન જીવવા માટેની શક્તિનો સંચય ન થયો હોવાથી તેઓ તેના શક્તિસંચય અર્થે ગૃહવાસમાં રહીને ભગવદ્ભક્તિ આદિ અનુષ્ઠાન કરે છે, અને ગૃહવાસમાં રહેલા હોવાથી આરંભ-સમારંભની પ્રવૃત્તિ પણ કરે, પરંતુ તે પ્રવૃત્તિ માત્ર દેહથી કરે છે, તેમના ચિત્તનું આકર્ષણ તો નિરારંભ જીવન પ્રત્યે હોય છે. તેથી જે રીતે સંસારી જીવો સુખના ઉપાયની બુદ્ધિથી સંસારમાં આરંભ-સમારંભ કરે છે, તે પ્રકારની સુખના ઉપાયની બુદ્ધિથી સમ્યગ્દષ્ટિ જીવો સંસારના આરંભસમારંભ કરતાં નથી. આમ છતાં અનાદિ સંસ્કારોને કારણે નિરારંભ જીવન જીવી શકે તેવી ચિત્તની ભૂમિકા નથી, તેથી આરંભ-સમારંભની ઇચ્છા પણ થાય છે અને પ્રવૃત્તિ પણ કરે છે, તોપણ અંતઃવૃત્તિથી નિરારંભ જીવન પ્રત્યે ચિત્તનું આકર્ષણ હોવાથી આરંભવાળી પ્રવૃત્તિમાં ચિત્ત સંશ્લેષ પામતું નથી. તેથી ચિત્તની વૃત્તિ તેમાં ન હોવાથી માત્ર કાયાથી જ તે પાપપ્રવૃત્તિ કરે છે, ચિત્તથી નહિ, તેમ કહેવાય છે.
સમ્યગ્દષ્ટિ જીવ “અર્થોપાર્જનાદિ ક્રિયા કરે ત્યારે તેમાં ચિત્તનો ઉપયોગ નથી, પરંતુ અન્યમનસ્કતાથી પ્રવૃત્તિ કરે છે,” એ અર્થને બતાવવા માટે ચિત્તપાતી નથી, તેમ કહેલ નથી; પરંતુ ચિત્તનું બળવાન આકર્ષણ નિરારંભ ભાવ પ્રત્યે છે, તે બતાવવા માટે ચિત્તપાતી નથી, તેમ કહેલ છે.
વળી જેમ તપાવેલા લોઢા ઉપર પગ મૂકવાની ઇચ્છા કોઈને હોતી નથી, છતાં તથાવિધ સંયોગથી પગ મૂકવો પડે તો માત્ર સહેજ સ્પર્શ કરીને પગ પાછો ખેંચી લે છે, પરંતુ નિષ્કપ પાદન્યાસ કરે નહીં; તેમ સમ્યગ્દષ્ટિને પણ ભોગની ક્રિયા તપાવેલા લોઢા ઉપર પગ મૂકવાની જેમ અહિતનું કારણ દેખાય છે. તેથી ભોગ પ્રત્યેની ઇચ્છા નથી, છતાં તેવા પ્રકારના સંયોગથી ભોગથી પર એવા સંયમમાં યત્ન કરી શકે તેવું શક્તિવાળું ચિત્ત નહીં હોવાથી ભોગ માટે પ્રવૃત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org