________________
૨૭
સમ્યગ્દષ્ટિદ્વાત્રિશિકા/બ્લોક-૯ સ્થિતિ બાંધતો નથી. તેથી નક્કી થાય છે કે સમ્યત્વથી ભ્રષ્ટ થયેલા એવા મિથ્યાષ્ટિ જીવને પણ પૂર્વના જેવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધનો અધ્યવસાય થતો નથી. તેથી અનુચિત અનુષ્ઠાન કરતો હોય ત્યારે બાહ્ય રીતે અશોભન પરિણામ હોવા છતાં પહેલાં જેવો અશોભન પરિણામ નથી. માટે સમ્યક્ત્વથી પતિત પણ મિથ્યાષ્ટિનો આ શોભન પરિણામ છેઃઉત્કટ અશોભનના અભાવરૂપ જ આ શોભન પરિણામ છે.
તેથી એ પ્રાપ્ત થાય કે જે જીવોએ ગ્રંથિભેદ કર્યો નથી અને મિથ્યાત્વ અવસ્થામાં છે, અને જે જીવોએ ગ્રંથિભેદ કર્યા પછી મિથ્યાત્વ અવસ્થાને પ્રાપ્ત કરી છે, તે બંને મિથ્યાષ્ટિરૂપે સમાન છે; અને કોઈક એવા નિમિત્તને પામીને બંને સમાન પાપની પ્રવૃત્તિ કરતા હોય તોપણ, ગ્રંથિનો ભેદ કર્યો નથી એવા મિથ્યાદૃષ્ટિને ઉત્કૃષ્ટ સંક્લેશ થઈ શકે છે, તેથી ઉત્કૃષ્ટ ૭૦ કોટાકોટિ કર્મની સ્થિતિ બાંધે છે; અને સમ્યકત્વથી ભ્રષ્ટ થયેલા મિથ્યાદૃષ્ટિને સમાન પાપની પ્રવૃત્તિ વખતે પણ ગ્રંથિભેદકાળમાં સત્તામાં વર્તતી અંતઃકોટાકોટિ કર્મની સ્થિતિથી અધિક કર્મસ્થિતિ બાંધે તેવો ઉત્કૃષ્ટ સંક્લેશ થતો નથી. તેથી અનાદિ મિથ્યાદૃષ્ટિ કરતાં સમ્યક્ત્વથી ભ્રષ્ટ મિથ્યાષ્ટિને અલ્પ સંક્લેશ વર્તે છે. આ બતાવે છે કે સમ્યકત્વથી ભ્રષ્ટ થયા પછી પણ જીવમાં કંઈક સુંદરતા રહી જાય છે, જેથી ઉત્કૃષ્ટ સંક્લેશ થતો નથી. તેથી અર્થથી એ ફલિત થાય કે સમ્યક્ત્વકાળમાં જીવમાં ઘણી સુંદરતા છે, જેના કારણે ભ્રષ્ટ થયા પછી પણ સુંદરતાનો લેશ રહી જાય છે, જે ઉત્કૃષ્ટ સંક્લેશ થવા દેતો નથી.
સૈદ્ધાત્ત્વિક મત અનુસાર સમ્યકત્વથી ભ્રષ્ટ થયેલા જીવો ગ્રંથિભેદકાળમાં વર્તતી અંતઃકોટાકોટિ સ્થિતિને ઓળંગીને ક્યારેય કર્મ બાંધતા નથી, અને કાર્મગ્રંથિકોના મતે સમ્યકત્વથી ભ્રષ્ટ થયા પછી સત્તામાં ઉત્કૃષ્ટ ૭૦ કોટાકોટિ કર્મની સ્થિતિ બાંધી શકે છે, તોપણ ઉત્કૃષ્ટ રસબંધને કરતા નથી. તેથી સમ્યક્ત્વને પામ્યા પછી સમ્યક્ત્વથી ભ્રષ્ટ થયેલા મિથ્યાદૃષ્ટિમાં પણ કંઈક સુંદર પરિણામ રહે છે, તે વાત સૈદ્ધાત્તિકને અને કાર્મગ્રંથિકને સમાન રીતે માન્ય છે. ફક્ત કાર્મગ્રંથિકના મત પ્રમાણે સમ્યકત્વથી ભ્રષ્ટ થયેલા જીવોને ઉત્કૃષ્ટ સ્થિતિબંધને અનુકૂળ સંક્લેશ થઈ શકે છે, પણ ઉત્કૃષ્ટ રસબંધને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org