________________
૨૬
સમ્યગ્દદ્ધિાત્રિાંશિકા/શ્લોક-૯ નિયમથી પરિણામનું ભેદકપણું છે. વળી બાહ્ય અસદ્ અનુષ્ઠાન પ્રાય: બંનેને પણ= ગ્રંથિભેદીને થયેલા મિથ્યાષ્ટિ અને અનાદિ મિથ્યાષ્ટિ એવા બંનેને પણ, સમાન છે.” (યોગબિંદુ શ્લોક-૨૬૯).
બંધથી ક્યારેય પણ ઉલ્લંઘન કરતા નથી=સમ્યગ્દષ્ટિ જીવ સમ્યકત્વથી ભ્રષ્ટ થયા પછી ગ્રંથિભેદકાળમાં સત્તામાં વર્તતી અંતઃકોટાકોટિ કર્મસ્થિતિને બંધથી ક્યારેય પણ ઓળંગતા નથી.” (આ. નિ.) એ વગેરે વચનના અનુસરનારા સૈદ્ધાત્તિકોનો આ મત છે=સમ્યકત્વથી ભ્રષ્ટ થયેલ એવા મિથ્યાષ્ટિ અસદ્અનુષ્ઠાન કરતા હોય, ત્યારે પણ અંતઃકોટાકોટિ પ્રમાણ કર્મસ્થિતિ બાંધે છે, એ મત છે. વળી કાર્મગ્રંથિકો આને=સમ્યગ્દષ્ટિને, મિથ્યાત્વપ્રાપ્તિમાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધને પણ ઈચ્છે છે. તેઓના પણ મતમાં તેવા પ્રકારના રસનો અભાવ હોવાને કારણેeગ્રંથિ ભેદ્યા પૂર્વે મિથ્યાદૃષ્ટિ જીવ બાંધે છે, તેવા પ્રકારના ઉત્કૃષ્ટ રસનો અભાવ હોવાને કારણે, તેના શોભન પરિણામમાં વિપ્રતિપતિ નથી=સમ્યકત્વથી ભ્રષ્ટ થયેલા મિથ્યાદૃષ્ટિના અનાદિ મિથ્યાદૃષ્ટિ કરતાં સુંદર પરિણામમાં વિવાદ નથી, એ પ્રમાણે જાણવું. ૯
જ “સાપેપ' - અહીં ‘પ' થી એ કહેવું છે કે બાહ્ય અનુષ્ઠાન સમાન ન હોય તો તો બંધનો ભેદ છે, પણ અનુષ્ઠાનનું સમાનપણું હોવા છતાં બંધનું અલ્પપણું છે.
જ ‘મિથ્યાત્વાતાવુસ્થિતિવશ્વમપીછન્તિ' - અહીં ‘વ’ થી એ કહેવું છે કે સૈદ્ધાત્તિકો તો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ઇચ્છતા નથી, પરંતુ કાર્મગ્રંથિકો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પણ ઇચ્છે છે.
તેષાપ મતે' - અહીં ‘પ' થી એ કહેવું છે કે સૈદ્ધાન્તિકોના મતમાં તો શોભન પરિણામ છે, પણ કાર્મગ્રંથિકોના મનમાં પણ શોભન પરિણામ છે. ભાવાર્થ -
પૂર્વમાં વર્ણન કરાયેલા ત્રણ કરણ દ્વારા જીવ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે છે; ત્યારપછી તેવા પ્રકારના મિથ્યાત્વના ઉદયને કારણે કે તેવા પ્રકારના બાહ્ય નિમિત્તને કારણે ઉદયને પ્રાપ્ત થયેલા મિથ્યાત્વને કારણે તે જીવ સમ્યકત્વથી ભ્રષ્ટ થાય તેવા સંક્લેશને પ્રાપ્ત કરે, અને તે સંક્લેશને કારણે સમ્યકત્વથી ભ્રષ્ટ થયા પછી પણ આરંભ-સમારંભની અનુચિત પ્રવૃત્તિ કરતો હોય, તોપણ ગ્રંથિભેદના કાળમાં સત્તામાં રહેલી કર્મની સ્થિતિને ઓળંગીને અધિક કર્મની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org