________________
૨૫
સમ્યગ્દાિત્રિંશિકા/શ્લોક-૯
બંધભેદ હોવાથી અર્થાત્ અલ્પ સ્થિતિપણારૂપ કર્મબંધવિશેષ હોવાથી સુઆશય છે-શોભન પરિણામ છે; કેમ કે બાહ્ય અસદ્ અનુષ્ઠાનનું પ્રાયઃ સામ્યપણું હોવા છતાં પણ=બાહ્ય અસદ્ અનુષ્ઠાનનું અન્ય મિથ્યાદૃષ્ટિઓની સાથે સમ્યક્ત્વથી પતિત થયેલા એવા મિથ્યાદૃષ્ટિના અનુષ્ઠાનનું સામ્યપણું હોવા છતાં પણ, બંધનું અલ્પત્વ=અન્ય મિથ્યાદ્ગષ્ટિઓ કરતાં સમ્યક્ત્વથી પતિત થયેલા મિથ્યાદ્ગષ્ટિના કર્મબંધનું અલ્પપણું, સુંદર પરિણામને કારણે છે, એ પ્રમાણે ભાવ છે.
તે કહેવાયું છે=સમ્યક્ત્વથી ભ્રષ્ટ થયેલાને પણ અલ્પબંધ છે તે ‘યોગબિંદુ' શ્લોક-૨૬૬ થી ૨૬૯ સુધી કહેવાયું છે –
“વળી ભિન્નગ્રંથિને ત્રીજું=અનિવૃત્તિકરણ, થાય છે. આના કારણે જ=ત્રણ કરણની પ્રાપ્તિને કારણે જ, પતિત એવા સમ્યગ્દષ્ટિને, ગ્રંથિને ઓળંગીને કહેવાયેલો=ગ્રંથિને ઓળંગીને ૭૦ કોટાકોટિ આદિ પ્રમાણ કહેવાયેલો, બંધ આપ્યતે ન=પ્રાપ્ત થતો નથી જ." (યોગબિંદુ શ્લોક-૨૬૬)
“આ રીતે=સમ્યક્ત્વથી ભ્રષ્ટ થયા પછી પણ ગ્રંથિને ઉલ્લંઘીને અબંધ છે એ રીતે, સામાન્યથી=સમ્યક્ત્વ અવસ્થાને આશ્રયીને નહિ, પરંતુ સમ્યક્ત્વ-મિથ્યાત્વ ઉભય અવસ્થારૂપ સામાન્યથી, આને સમ્યક્ત્વથી પતિત એવા મિથ્યાદૃષ્ટિને, શોભન પરિણામ જાણવો; કેમ કે મહાબંધનો વિશેષ છે–મહાબંધની અવસ્થાંતર પ્રાપ્તિરૂપ વિશેષ છે=ઉત્કૃષ્ટ બંધથી હીનબંધરૂપ અવસ્થાંતરની પ્રાપ્તિરૂપ ભેદ છે.” (યોગબિંદુ શ્લોક-૨૬૭)
“અભિન્નગ્રંથિ જીવનો બંધ મોહની ૭૦ કોટાકોટિ સાગરોપમ સ્થિતિ છે, જે કારણથી વળી ઈતરને=ભિન્નગ્રંથિ એવા મિથ્યાદ્દષ્ટિને પિ ન=એકપણ કોટાકોટી સાગરોપમ સ્થિતિબંધ નથી, તે કારણથી સમ્યક્ત્વને પામ્યા પછી મિથ્યાર્દષ્ટિ થવા છતાં મહાબંધ વિશેષ છે. (સમ્યક્ત્વ પામ્યા પહેલાં ૭૦ કોટાકોટી સાગરોપમરૂપ જે મહાબંધ હતો તે સમ્યક્ત્વકાળમાં અલ્પબંધ થયો અને=સમ્યક્ત્વથી પાત થવાના કારણે તે અલ્પબંધ અધિક થવાથી મહાબંધ છે અને સમ્યક્ત્વથી પાત થયા પછી પણ અંતઃકોટાકોટી થાય છે તે રૂપે અલ્પ હોવાથી વિશેષ છે, માટે મહાબંધ વિશેષ છે.) એમ પૂર્વશ્લોક સાથે ‘યસ્માત્'નો સંબંધ છે.” (યોગબિંદુ શ્લોક-૨૬૮)
“તે કારણથી=સમ્યક્ત્વથી ભ્રષ્ટ થયા પછી ગ્રંથિને ઉલ્લંઘીને બંધ નથી તે કારણથી, અહીં=ગ્રંથિ ભેદ્યા પછી થયેલા મિથ્યાદૃષ્ટિ અને અનાદિ મિથ્યાદ્દષ્ટિમાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org