________________
૨૨
સમ્યગ્દદ્ધિાત્રિશિકા/બ્લોક-૮ ચરમયથાપ્રવૃત્તિકરણ સિવાય સામાન્ય યથાપ્રવૃત્તિકરણોમાં તે શુભ અધ્યવસાય જીવ અનંતીવાર પામે છે, છતાં તે અધ્યવસાય હિતપ્રાપ્તિ કરાવીને મોક્ષરૂપ ફળમાં વિશ્રાંત થાય તેવો નથી; અને ચરમાવર્તમાં આવેલા જીવનો ચરમયથાપ્રવૃત્તિકરણમાં થતો અધ્યવસાય ઉત્કર્ષને પામીને અવશ્ય મોક્ષરૂપ ફળમાં વિશ્રાંત થનાર છે, તોપણ તત્કાળ ગ્રંથિ ભેદીને સમ્યકત્વ પ્રાપ્ત કરાવે તેવો એકાંત નિયમ નથી, જ્યારે અપૂર્વકરણભાવી અધ્યવસાય ઉત્તરમાં અનિવૃત્તિકરણ કરાવીને અવશ્ય સભ્યત્વની પ્રાપ્તિ કરાવે છે; અને સમ્યકત્વની પ્રાપ્તિ થતાંની સાથે જીવમાં તત્ત્વ પ્રત્યેનો તીવ્ર પક્ષપાત ઉત્પન્ન થાય છે, જે પરમ માધ્યય્યપૂર્વક અધિક અધિક તત્ત્વને જાણવા માટે ઉદ્યમ કરાવે છે. આથી સમ્યકત્વ થયા પછી ભોગીને કિન્નરના ગેયને સાંભળવાની ઇચ્છા થાય છે, તેનાથી પણ તત્ત્વને સાંભળવાની અધિક ઇચ્છા સમ્યગ્દષ્ટિ જીવને થાય છે.
ગ્રંથિભેદના કાળમાં જીવ અપૂર્વકરણ કરે છે ત્યારે તત્ત્વના તીવ્ર પક્ષપાતપૂર્વક તત્ત્વાતત્ત્વના વિભાગને અનુકૂળ ઊહ પ્રવર્તે છે, જે ઊહ તત્ત્વના નિર્ણયમાં વિશ્રાંત થાય તેવા પ્રકારનો છે; અને તે સમયે અપૂર્વકરણ દ્વારા તત્ત્વના નિર્ણયમાં પ્રતિબંધક એવા રાગ-દ્વેષની પરિણતિનું ઉન્મેલન થાય છે, તેથી
અનિવૃત્તિકરણની પ્રાપ્તિ થાય છે, તે વખતે તત્ત્વાતત્ત્વના વિભાગમાં અત્યંત મધ્યસ્થતાથી પ્રવૃત્તિ થાય છે. જેથી અનિવૃત્તિકરણના અંતે જીવને સમ્યત્વની પ્રાપ્તિ થાય છે. સારાંશ :
સામાન્ય યથાપ્રવૃત્તિકરણ અનંતીવાર થાય છે, ચરમયથાપ્રવૃત્તિકરણ ચરમાવર્તમાં થાય છે; અને ચરમયથાપ્રવૃત્તિકરણકાળમાં યોગબીજોનું ગ્રહણ હોય છે, અને સામાન્ય યથાપ્રવૃત્તિકરણકાળમાં યોગબીજોનું ગ્રહણ નથી. અપૂર્વકરણકાળમાં તત્ત્વને જોવા માટેની મધ્યસ્થતાના અવરોધક એવા રાગદ્વેષને દૂર કરવા માટેનો યત્ન હોય છે, જેનાથી ગ્રંથિભેદ થાય છે, તેથી તત્ત્વને જોવામાં પ્રતિબંધક એવા રાગ-દ્વેષનું ઉમૂલન થાય છે, જેથી પરમ મધ્યસ્થતાપૂર્વક તત્ત્વને જોવા માટેનો ઉદ્યમ થાય છે; અને અનિવૃત્તિકરણમાં રાગ-દ્વેષની ગ્રંથિ ભદાયેલી હોવાથી પરમ મધ્યસ્થતાપૂર્વક તત્ત્વના નિર્ણયનો ઊહ ચાલે છે; અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org