________________
૨૦
સમ્યગ્દદ્ધિાત્રિશિકા/શ્લોક-૮ શ્લોકાર્થ :
ગ્રંથિ સુધી આધ થાયયથાપ્રવૃત્તકરણ થાય. તેના અતિક્રમમાં ગ્રંથિના અતિક્રમમાં ગ્રંથિઉલ્લંઘનના ક્યિાકાળમાં, બીજું અપૂર્વકરણ, વળી ભિન્નગ્રંથિને ત્રીજુ=અનિવૃત્તિકરણ, યોગીનાથ વડે બતાવાયેલું છે. IIII. ટીકા :
ग्रन्थिमिति-आद्यं यथाप्रवृत्तकरणं ग्रन्थिं यावद् भवेत् । द्वितीयम्=अपूर्वकरणं तदतिक्रमे ग्रन्थ्युल्लङ्घने क्रियमाणे । तृतीयं त्वनिवर्तिकरणं भिन्नग्रन्थे:= कृतग्रन्थिभेदस्य, योगिनाथैः-तीर्थकरैः प्रदर्शितम् ।।८।। ટીકાર્ય :
માઁ યથાપ્રવૃત્તિ રા . પ્રશતમ્ | આધ યથાપ્રવૃતકરણ, ગ્રંથિ સુધી થાય-ગ્રંથિદેશના આગમન સુધી થાય. તેનો અતિક્રમ કરાવે છતે, ગ્રંથિનું ઉલ્લંઘન કરાવે છતે, બીજું અપૂર્વકરણ, વળી ભિન્નગ્રંથિને કરાયેલા ગ્રંથિભેદવાળાને, ત્રીજુ=અનિવૃત્તિકરણ, યોગીનાથ વડે=તીર્થંકર વડે, કહેવાયું છે. પ૮ ભાવાર્થ :ત્રિવિધ કરણ :
જીવમાં અનાદિકાળથી અતત્ત્વ પ્રત્યેના વલણરૂપ રાગદ્વેષની પરિણતિ વર્તે છે, જે અતિતીવ્ર રાગ-દ્વેષરૂપ છે અને અતિતીવ્ર રાગદ્વેષરૂપ જીવની પરિણતિ એ ગ્રંથિ છે. “આ ગ્રંથિ છે” એમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે આનું ઉલ્લંઘન કરીને આગળ પ્રાયઃ જીવ જઈ શકતો નથી, પરંતુ અનાદિકાળથી ઉત્કૃષ્ટ કર્મની સ્થિતિને બાંધે છે; અને કોઈક રીતે કંઈક વિશુદ્ધિ પ્રાપ્ત કરીને આ જીવ ગ્રંથિની નજીકની કર્મસ્થિતિ સુધી અર્થાત્ અંતઃકોટાકોટી સ્થિતિ સુધી આવે છે, તોપણ ફરી પરાક્રમ કરી ઉત્કૃષ્ટ સ્થિતિ તરફ જાય છે, પરંતુ આ ગ્રંથિને ઓળંગીને આગળની શુદ્ધિને પ્રાયઃ પ્રાપ્ત કરી શક્તો નથી. આ રીતે અનંતકાળથી જીવ વારંવાર ઉત્કૃષ્ટ મલિનતા કરે છે ત્યારે ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે, અને કંઈક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org