________________
૧૮
સમ્યગ્દદ્વિત્રિશિકા/શ્લોક-૬-૭ ગુરુદેવાદિપૂજાકાળમાં તદ્ગણપરિણત ચિત્ત હોવાને કારણે ચારિત્રનાં આવારક કર્મોનો નાશ થાય છે અર્થાત્ ગુરુદેવાદિના ભક્તિકાળમાં ગુરુના ગુણો કે દેવના ગુણોથી પરિણત ચિત્ત વર્તતું હોવાથી શીધ્ર સંયમની પ્રાપ્તિનું કારણ બને તેવા ભાવો થાય છે.
અહીં વિશેષ એ છે કે સમ્યગ્દષ્ટિ જીવને સંસારનો ત્યાગ અત્યંત ઇષ્ટ છે, છતાં સંસારનો ત્યાગ દ્વારા પોતે સંયમના પરિણામ કરી શકે તેમ નથી, અને ગુણવાન ગુરુની ભક્તિ દ્વારા અને પરમગુરુ એવા ભગવાનની ભક્તિ દ્વારા સંયમની શક્તિનો સંચય કરી શકે તેમ છે. તેથી ગુરુદેવાદિની પૂજા અત્યંત ભાવસાર કરે છે, અને ગુરુદેવાદિની પૂજાકાળમાં શક્તિના પ્રકર્ષથી ભક્તિમાં યત્ન કરે છે, જેથી અવશ્ય ગુરુદેવાદિની ભક્તિ ચારિત્રની પ્રાપ્તિનું કારણ બને છે. આમ છતાં જો ચારિત્રમોહનીય કર્મ પ્રબળ હોય તો સમ્યગ્દષ્ટિને કદાચ આ ભવમાં સંયમની પ્રાપ્તિ ન પણ થાય, તોપણ વિવેકપૂર્વકની કરાયેલી તેની ભક્તિ જન્માંતરમાં ભાવથી ચારિત્રની પ્રાપ્તિ કરાવીને મોક્ષનું અવશ્ય કારણ બને છે. IIકા અવતરણિકા :
પૂર્વમાં સમ્યગ્દષ્ટિ જીવમાં ગ્રંથિભેદને કારણે પ્રગટ થતાં ત્રણ લિંગો બતાવ્યાં. હવે આવાં લિંગોવાળું સમ્યકત્વ કઈ રીતે પ્રગટ થાય છે ? તે બતાવવા માટે ત્રણ પ્રકારના કરણનું સ્વરૂપ બતાવે છે – શ્લોક :
स्यादीदृक्करणे चान्त्ये सत्त्वानां परिणामतः ।
त्रिधा यथाप्रवृत्तं तदपूर्वं चानिवर्ति च ।।७।। અશ્વયાર્થ :
ર=અને આવા લક્ષણવાળું સમ્યકત્વ અંત્યકરણ થયે છતે થાય. તાતે કરણ સર્વીનાં પરિણામ =જીવોના પરિણામથી યથાપ્રવૃત્તિ અપૂર્વ ર નર્વર્તિ =યથાપ્રવૃત, અપૂર્વ અને અનિવૃત્તિ ત્રિથા-ત્રણ પ્રકારવાળું છે. ll૭ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org