________________
સમ્યગ્દદ્વિાત્રિંશિકા/શ્લોક-૬
लंघनात्= अनिगूहनात्, भावसारा = भोक्तुः स्त्रीरत्नगोचरगौरवादनन्तगुणेन बहुमानेन प्रधाना, विनिर्दिष्टा = प्ररूपिता परमपुरुषः || ६ ||
ટીકાર્થ ઃ
अस्य પરમપુરુષ: ।। અને આને-સમ્યગ્દષ્ટિને, કાર્યાંતરના=ત્યાગભોગાદિ કરણીયતા ત્યાગથી=પરિહારથી, ભાવસારા=ભોક્તાને સ્ત્રીરત્ન વિષયક ગૌરવ કરતાં અનંતગુણ એવા બહુમાન વડે પ્રધાન એવી, ગુરુદેવાદિ પૂજા નિજશક્તિના=સ્વસામર્થ્યના, અનતિબંઘનથી=અતિગૃહનથી, પરમપુરુષ વડે કહેવાઈ છે=પ્રરૂપણા કરાઈ છે. 11911
* ‘ગુરુવેવારિપૂના’ - અહીં ‘વિ’ થી સાધર્મિકની ભક્તિનું ગ્રહણ ક૨વું. * ‘ચારમોલિબરનીયસ્વ’ - અહીં ‘વિ’ થી અર્થોપાર્જનનું ગ્રહણ કરવું.
ભાવાર્થ :
(૩) સમ્યગ્દષ્ટિનું તૃતીય લિંગ - ગુરુદેવાદિપૂજા
સમ્યગ્દષ્ટિ જીવ ભાવસંયમનો અત્યંત અર્થી હોય છે. આમ છતાં ભાવસંયમની પ્રાપ્તિ અર્થે સંસારનો ત્યાગ કરીને પોતે સંયમ ગ્રહણ કરે તોપણ ભાવથી સંયમ પ્રાપ્ત કરી શકે તેમ નથી, તેથી ગુરુદેવાદિની પૂજાથી કાર્યાન્તર એવા સંયમગ્રહણનો ત્યાગ કરીને સમ્યગ્દષ્ટિ જીવ ગુરુદેવાદિ પૂજામાં યત્ન કરે છે; વળી ગુરુદેવાદિપૂજાકાળમાં ગુરુદેવાદિની પૂજાથી કાર્યાન્તર એવા ભોગાદિનો પણ ત્યાગ કરીને ગુરુદેવાદિની પૂજામાં યત્ન કરે છે; કેમ કે સમ્યગ્દષ્ટિ જીવ સંયમનો અત્યંત અર્થી હોવાથી સંયમી એવા ગુરુ અને યોગમાર્ગના પ્રરૂપક એવા તીર્થંકરદેવની ભક્તિ કરીને સંયમનાં આવારક કર્મોના નાશનો અત્યંત અર્થી છે.
૧૭
-:
વળી સમ્યગ્દષ્ટિ જીવ ગુરુદેવાદિની પૂજાનો યત્ન ભાવસાર કરે છે અર્થાત્ જેમ કોઈ ભોગીને સ્ત્રીરત્ન પ્રાપ્ત થયેલ હોય અને સ્ત્રીરત્નને પામીને ગૌરવપૂર્વક ભોગમાં પ્રવૃત્તિ કરે, તેના કરતાં અનંતગુણ બહુમાનપૂર્વક સમ્યગ્દષ્ટિ જીવ ગુરુદેવાદિપૂજામાં પ્રવૃત્તિ કરે છે.
Jain Education International
વળી સમ્યગ્દષ્ટિ જીવ પોતાના સામર્થ્યના અનતિબંધનથી=સામર્થ્યને લેશ પણ ગોપવ્યા વિના, શક્તિના પ્રકર્ષથી ગુરુદેવાદિની પૂજા કરે છે, જેના બળથી
For Private & Personal Use Only
www.jainelibrary.org