________________
સમ્યગ્દષ્ટિદ્વાત્રિંશિકા/શ્લોક-૫
૧૫
વળી ‘પૂચિાદ્યપિ'માં રહેલા ‘પિ’ શબ્દથી ઇતરનું શું કહેવું ?=અન્ય પણ ખાય, એ ‘અપિ’ શબ્દનો અર્થ છે.
અહીં=સમ્યગ્દષ્ટિને ચારિત્રની બળવાન ઇચ્છા છે એમાં આપેલા દૃષ્ટાંતમાં, બ્રાહ્મણનું જે ગ્રહણ કરાયું તે આનું જાતિપ્રત્યયથી જ અન્યત્ર ભોગવવાની ઇચ્છાના અભાવને કારણે છે, એથી અન્ય ઇચ્છાકાળમાં પણ=ઘેબરને છોડીને પૂયિકાદિ ખાવાના કાળમાં પણ, પ્રબળ ઇચ્છાનો=ઘેબરની પ્રબળ ઇચ્છાનો વાસનારૂપે નાશ નથી, એ પ્રમાણે તાત્પર્ય છે. પા
* ‘અન્વેચ્છાાલેઽપિ’ – અહીં ‘પિ’ થી એ કહેવું છે કે ઘેબરની ઇચ્છાના કાળમાં તો ઘેબરની પ્રબળ ઇચ્છા છે, પરંતુ ઘેબરથી અન્ય ઇચ્છાના કાળમાં પણ ઘેબરની પ્રબળ ઇચ્છાનો વાસનારૂપે નાશ નથી.
ભાવાર્થ:
સમ્યગ્દષ્ટિને સંપૂર્ણ નિરાકુળ ચેતના એકાંત સુખમય ભાસે છે અને સંસારઅવસ્થામાં નિરાકુળ ચેતના અસંગભાવમાં છે, તેનો પણ સમ્યગ્દષ્ટિને સ્પષ્ટ બોધ છે. તેથી સમ્યગ્દષ્ટિના હૈયામાં પોતાની ચેતનાને નિરાકુળ કરવા માટે બળવાન ઇચ્છા સદા માટે અંકિત છે. આમ છતાં તેના કોઈક તેવા સંયોગને કારણે, કે તેવા પ્રકારના કર્મના પ્રાચર્યને કારણે, નિરાકુળ ચેતનાને પ્રગટ કરવા માટે પોતે ઉદ્યમ કરી શકે તેમ નથી, તેવો નિર્ણય થાય, તો નિરાકુળ ચેતનાના અનન્ય ઉપાયભૂત એવી સંયમગ્રહણની પ્રવૃત્તિ કરવાનું છોડીને અન્યથા પ્રવૃત્તિ કરે છે; અને તે અન્યથા પ્રવૃત્તિથી ચારિત્રની પ્રાપ્તિ થતી નથી, તોપણ ચારિત્રની ઇચ્છાનું પ્રાબલ્ય તેના હૈયામાં સ્વહેતુથી સિદ્ધ છે=ચારિત્ર એકાંત કલ્યાણનું કારણ છે, એ પ્રકારના બોધરૂપ ચારિત્રની ઇચ્છાના હેતુથી સિદ્ધ છે.
આ કથનને દૃષ્ટાંતથી પુષ્ટ કરે છે : જેમ ઘેબરપ્રિય એવો બ્રાહ્મણ તેવા પ્રકારના સંયોગને વશ કોહવાયેલા અક્ષાદિ પણ ખાય તોપણ તેને ઘેબ૨માં બળવાન ઇચ્છા છે, તેમ કોહવાયેલા અન્ન જેવા ભોગાદિની પ્રવૃત્તિ સમ્યગ્દષ્ટિ કરતા હોય તોપણ તેમના ચિત્તમાં નિરાકુળ ચેતનારૂપ ચારિત્રની ઇચ્છા સહેજ પણ મ્લાન થતી નથી, ફક્ત સંયોગને વશ તેમાં યત્ન થતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org