________________
સમ્યગ્દદ્વિાત્રિંશિકા/શ્લોક-૪-૫
૧૩
શકે તેમ નથી. તેથી ચારિત્રની પરિણતિની બળવાન ઇચ્છા હોવા છતાં તેઓ ચારિત્રગ્રહણમાં પ્રવૃત્તિ કરતા નથી, પરંતુ ચારિત્રની પ્રાપ્તિને અનુકૂળ શક્તિનો સંચય થાય તેવું ભગવદ્ભક્તિ આદિ અનુષ્ઠાન કરે છે.
તેથી એ ફલિત થાય કે અવિરતિના તીવ્ર ઉદયવાળા એવા સમ્યગ્દષ્ટિ જીવો ચારિત્રની બળવાન ઇચ્છા હોવા છતાં સંયમગ્રહણમાં પ્રવૃત્તિ કરતા નથી, પરંતુ સંયમપ્રાપ્તિના ઉપાયભૂત સંયમને અનુરૂપ શક્તિસંચય આદિ કરવા માટે ભગવદ્ભક્તિ આદિ અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરે છે. III
અવતરણિકા :
સમ્યગ્દષ્ટિને ભોગીના સ્ત્રીઆદિના રાગથી પણ અધિક ચારિત્રધર્મની સ્પૃહા છે, એમ પૂર્વમાં કહ્યું. ત્યાં પ્રશ્ન થાય કે જો સમ્યગ્દષ્ટિને અતિ બળવાન ચારિત્રની સ્પૃહા હોય તો સંયમ કેમ ગ્રહણ કરતા નથી ? અને જો સંયમ ગ્રહણ ન કરતા હોય તો સંયમની બલવાન ઇચ્છા છે તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે
શ્લોક :
-
तदलाभेऽपि तद्रागबलवत्त्वं न दुर्वचम् ।
पूयिकाद्यपि यद् भुङ्क्ते घृतपूर्णप्रियो द्विजः ।।५।।
અન્વયાર્થ :
તવત્તામંડવિ=તેના અલાભમાં પણ=ચારિત્રની અપ્રાપ્તિમાં પણ, તદ્રા વિનવત્ત્વ=તેના રાગનું બળવાનપણું=ચારિત્રના રાગનું બળવાનપણું ન તુર્વચ=દુર્વચ નથી=સમ્યગ્દષ્ટિમાં દુર્વચ નથી થ=જે કારણથી ધૃતપૂર્ણપ્રિય દ્દિન:=ધીથી પૂર્ણ ભોજન પ્રિય છે જેને એવો બ્રાહ્મણ=ઘેબરપ્રિય એવો બ્રાહ્મણ પૂવિજ્ઞાનિ=કુત્સિત રસવાળા અન્નાદિને પણ મુક્તે ખાય છે. ।।૫।। શ્લોકાર્થ :
તેના=ચારિત્રના, અલાભમાં પણ, તેના=ચારિત્રના, રાગનું બળવાનપણું દુર્વચ નથી, જે કારણથી ઘેબરપ્રિય એવો બ્રાહ્મણ કુત્સિત રસવાળા અન્નાદિને પણ ખાય છે.
પા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org