________________
૧૨
સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા/બ્લોક-૪ ધારે તો બાહ્ય આચરણારૂપ ચારિત્ર ગ્રહણ કરી શકે, અને સર્વવિરતિનું પ્રત્યાખ્યાન પણ ધારે તો ગ્રહણ કરી શકે, અને દૃઢ સંકલ્પ કરે તો ચારિત્રની બાહ્ય ઉચિત ક્રિયાઓ પણ કરી શકે, પરંતુ તે ક્રિયાથી નિષ્પાદ્ય ભાવોનાં પ્રતિબંધક કર્મો બળવાન હોય તો પોતે બાહ્ય ક્રિયાઓ કરીને પણ નિર્લેપતાની પરિણતિરૂપ ભાવચારિત્રને પ્રગટ કરી શકે તેમ નથી. સમ્યગ્દષ્ટિને આંતરનિરીક્ષણથી આવો નિર્ણય હોય ત્યારે ભાવચારિત્રની બળવાન ઇચ્છા હોવા છતાં “ચારિત્રની બાહ્ય આચરણા પોતાના માટે ચારિત્રની પરિણતિનું કારણ નથી', તેવો નિર્ણય થવાથી, અને પોતાની ભૂમિકાને અનુરૂપ જે ભગવદ્ભક્તિ આદિ કૃત્યો છે, તેનાથી પોતે ચારિત્રની શક્તિનો સંચય કરી શકે તેમ છે, તેવો નિર્ણય થવાથી, સમ્યગ્દષ્ટિ જીવ શાસ્ત્રવચનનું અને સ્વકૃતિસાધ્યતાદિનું સમાલોચન કરીને પોતાની કૃતિથી સાધ્ય એવા ભગવદ્ભક્તિ આદિ અનુષ્ઠાનમાં યત્ન કરે છે.
વળી સમ્યગ્દષ્ટિ જીવને સંસારના પદાર્થના વિષયમાં કોઈ ઇચ્છા થઈ હોય તો સમ્યગ્દષ્ટિ જીવ મોક્ષનો અર્થી હોવાથી મોક્ષમાં વિજ્ઞભૂત એવા તે રાગને દૂર કરવા અર્થે તેના પ્રતિપક્ષનું ભાવન કરે છે, જેથી મોક્ષમાર્ગની વિરુદ્ધ પ્રવૃત્તિ ન થાય. આમ છતાં પ્રતિપક્ષભાવન દ્વારા પણ તે રાગ નિવર્તન ન પામે ત્યારે વિચારે છે કે “આ રાગ મારા યોગમાર્ગમાં વિજ્ઞભૂત છે, માટે શાસ્ત્રનું સમાલોચન કરીને તે રીતે ભોગાદિમાં પ્રવૃત્તિ કરું કે જેથી મારા યોગમાર્ગમાં વિજ્ઞભૂત એવી આ રાગની પરિણતિ શાંત થાય' અને તે રીતે ભોગાદિમાં પ્રવૃત્તિ કરે; અને પોતાની કૃતિથી સાધ્ય દેશવિરતિ દેખાય ત્યારે દેશવિરતિમાં યત્ન કરે છે, અને પોતાની કૃતિથી સાધ્ય સર્વવિરતિચારિત્ર દેખાય ત્યારે સર્વવિરતિની પ્રાપ્તિના ઉપાયભૂત એવી સંયમની ક્રિયાનો પણ સ્વીકાર કરે છે.
જેમ સંસારી જીવો પોતાને ઇષ્ટની પ્રાપ્તિ અર્થે સંસારનું જ્ઞાન મેળવતા હોય છે, અને તે જ્ઞાનમાં સૌથી શ્રેષ્ઠ ભૂમિકાની અવસ્થા પ્રાપ્ત કરવાની ઇચ્છા પણ હોય, આમ છતાં તે ભૂમિકાને અનુરૂપ પોતાનો ક્ષયોપશમ ન હોય તો શ્રેષ્ઠ ભૂમિકાની બળવાન ઇચ્છા હોવા છતાં પોતાની ભૂમિકાને અનુરૂપ જે જ્ઞાન પ્રાપ્ત થાય તેમ હોય તેમાં યત્ન કરે છે; તેમ સમ્યગ્દષ્ટિ જીવને પણ ચારિત્રની બળવાન ઇચ્છા છે, અને તેની પ્રાપ્તિનો સાક્ષાત્ ઉપાય સંયમની પ્રવૃત્તિ છે, છતાં સંયમની પ્રવૃત્તિ દ્વારા ચારિત્રની પરિણતિના ક્ષયોપશમને પોતે પ્રગટ કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org