________________
સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૪ ટીકાર્ય -
ઘર્મર" ...... વિપાવતા પા ભાવથી=અંતઃકરણની પરિણતિથી, ભોગીતા ભોગશાળીના, સ્ત્રી આદિના રાગથી સ્ત્રી આદિના અભિલાષથી, સમ્યગ્દષ્ટિનો ધર્મરાગ=સંપૂર્ણ નિરવભાવવાળા ચારિત્રધર્મની સ્પૃહારૂપ ધર્મરાગ, અધિક છે પ્રકર્ષવાળો છે. વળી, પ્રવૃતિ=કાયચેષ્ટા, અન્યથા પણ થાય વ્યાપારાદિ વડે ચારિત્રધર્મના પ્રતિકૂળપણાથી પણ થાય.
અહીં પ્રશ્ન થાય કે જે વસ્તુની બલવાન સ્પૃહા હોય તેને અનુરૂપ પ્રવૃત્તિ થાય છે, અને સમ્યગ્દષ્ટિને ભોગરાગ કરતાં ચારિત્રનો રાગ બલવાન હોય તો તેને=ચારિત્રને, પ્રતિકૂળ પ્રવૃત્તિ કેમ થાય છે? માટે હેતુ કહે છે –
કર્મનું ચારિત્રમોહનીયકર્મનું, બલવાનપણું છે–નિયત પ્રબલવિપાકપણું છે. Iઝા.
‘૩થાપિ'=વરિત્રધર્મપ્રતિકૃત્યેનાપ' – અહીં ‘' થી એ કહેવું છે કે સમ્યગ્દષ્ટિ ચારિત્રધર્મને અનુકૂળ ભગવદ્ભક્તિ આદિ તો કરે, પરંતુ ચારિત્રધર્મને પ્રતિકૂળ ભોગાદિની પ્રવૃત્તિ પણ કરે. •
- વ્યાપારધિના' - અહીં વ્યાપારથી ચારિત્રધર્મને પ્રતિકૂળ પ્રવૃત્તિનું ગ્રહણ કરવું, અને ‘મર' થી ચારિત્રધર્મને પ્રતિકૂળ રાગનું ગ્રહણ કરવું.
ભાવાર્થ :
સમ્યગ્દષ્ટિનું દ્વિતીય લિંગ – ધર્મરાગ :
સંસારી જીવોમાં જેઓ ભોગના રાગવાળા છે, તેમાંથી જેઓને જે પ્રકારના ભોગનો બળવાન રાગ હોય, તેઓને તે ભોગની બળવાન ઇચ્છા હોય છે. જેમ કે કોઈને સ્ત્રીનો રાગ હોય, તેને સ્ત્રીવિષયક બળવાન ઇચ્છા હોય છે. આવા ભોગરાગી જીવોને પોતાને જે ઇષ્ટ ભોગ હોય તેના પ્રત્યે બળવાન રાગ છે, તેના કરતાં સમ્યગ્દષ્ટિને ચારિત્રની સ્પૃહા અધિક હોય છે. આમ છતાં પ્રબળ ચારિત્રમોહનીયકર્મનો ઉદય હોય તો ચારિત્રની પ્રવૃત્તિને છોડીને અન્ય પ્રકારની પ્રવૃત્તિ પણ સમ્યગ્દષ્ટિ જીવો કરે છે.
અહીં વિશેષ એ છે કે જેને જેની બળવાન ઇચ્છા હોય અને પોતાની કૃતિથી તે કાર્ય સાધ્ય હોય તો તે કાર્યમાં અવશ્ય યત્ન થાય છે; અને સમ્યગ્દષ્ટિ જીવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org