________________
સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૩ આ ભોગો પ્રાપ્ત કર્યા છે. માટે અપૂર્વ નથી' તેવું વિશેષ દર્શન હોવાને કારણે, અપૂર્વત્વભ્રમનો અને દોષોનો=કુટુંબાદિ પ્રત્યે ગાઢ આકર્ષણ થાય તેવા દોષોનો, ઉચ્છેદ છે. વા
થનટુતિષ - અહીં ‘વિ થી શરીર અને શાતાનું ગ્રહણ કરવું. ભાવાર્થ :
સમ્યગ્દષ્ટિ જીવોને વિશેષ દૃષ્ટિ પ્રગટેલી હોય છે. તેથી આ સંસારમાં પોતે અનંતીવાર સર્વ સંયોગો પ્રાપ્ત કર્યા છે, માટે સર્વ પ્રકારના ભોગોને પોતે પૂર્વમાં અનુભવેલા છે, તેવું દેખાય છે. વળી ભગવાનના વચનનો પરમાર્થ પોતે હજુ સુધી પ્રાપ્ત કર્યો નથી, તેથી આ સંસારનો ઉચ્છેદ થયો નથી, તેમ પણ નિર્મળ પ્રજ્ઞાને કારણે સમ્યગ્દષ્ટિને દેખાય છે. તેથી મનુષ્યભવને પામીને ભગવાનના વચનના પરમાર્થને ગ્રહણ કરવા માટે તેનું મન જેવું સતત ઇચ્છાવાળું છે, તેવું સતત ઇચ્છાવાળું મન પ્રાપ્તપૂર્વ એવા ધન, કુટુંબાદિમાં નથી. આમ છતાં અવિરતિનો ઉદય હોવાથી ભોગની ઇચ્છા, શાતાની ઇચ્છા થાય છે, કે કુટુંબીઓ પ્રત્યેની લાગણીની પ્રવૃત્તિ થાય છે; તોપણ જેવો રાગ ભગવાનના વચન પ્રત્યે છે તેવો રાગ પ્રાપ્તપૂર્વ એવા ભોગોમાં નથી; કેમ કે વિશેષ દર્શનને કારણે ભોગો અપૂર્વ છે” તેવો ભ્રમ ચાલ્યો ગયો છે, અને તેના કારણે ભોગોમાં બળવાન રાગ ચાલ્યો ગયો છે. વળી, ભગવાનનું વચન અપૂર્વ છે, એવો નિર્ણય સમ્યગ્દષ્ટિને થયો છે, તેથી ભગવાનના વચનમાં ઉત્કટ રાગ વર્તે છે. વળી સમ્યગ્દષ્ટિ વિચારે છે કે “ભગવાનના વચનનો પરમાર્થ પૂર્વે ક્યારેય પ્રાપ્ત થયો નથી. જો પ્રાપ્ત થયો હોત તો સંસારનો ઉચ્છેદ થયો હોત; અને ઉચ્છેદ થયો નથી, તેથી નક્કી થાય છે કે સંસારના ઉચ્છેદના અનન્ય ઉપાયભૂત એવા ભગવાનના વચનનું રહસ્ય મેં પૂર્વે ક્યારેય પ્રાપ્ત કર્યું નથી. ફક્ત અનંતી વખત તીર્થકરોનો સંયોગ કર્યો, ઉપદેશ સાંભળ્યો, પણ પરમાર્થને પામ્યા વિના તે સર્વ ક્રિયાઓ ભાવરહિત થઈ, તેથી સંસારનો ઉચ્છેદ થયો નહીં. માટે હવે હું ભગવાનના વચનના પરમાર્થને તે રીતે ગ્રહણ કરું કે જેથી આ સંસારનો શીધ્ર અંત થાય, એવી બલવાન ઇચ્છા સમ્યગ્દષ્ટિને સદા વર્તે છે. ll
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org