________________
સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૨-૩ આલ્હાદ કરનાર છે, પરંતુ જન્માંતરમાં પણ શુભની પરંપરા દ્વારા કલ્યાણનું કારણ છે. તેથી કિન્નરના ગેયાદિના હેતુનો અને જિનોક્ત તત્ત્વાદિના હેતુનો તુચ્છત્વ અને મહત્ત્વ દ્વારા અતિભેદ છે.
આ રીતે સમ્યગ્દષ્ટિની શુશ્રુષાનું સ્વરૂપ બતાવ્યા પછી સામાન્ય રીતે સમ્યકત્વપ્રાપ્તિ પૂર્વે જીવો કેવા પ્રકારના તત્ત્વશ્રવણના રસવાળા હોય છે ? તે બતાવીને, તેમના જેવો ક્ષુલ્લક શ્રવણરસ સમ્યગ્દષ્ટિને નથી, તે બતાવવા અર્થે કહે છે --
જેમ કથાના શોખીન અને કથામાં ચિત્ત પરોવીને રાજ્યની ચિંતાથી મનને મુક્ત કરવા અર્થે અને સુખેથી નિદ્રા અર્થે રાજા કથાના અર્થના વિષયમાં શ્રવણના અભિપ્રાયને ધારણ કરે છે, અને જેમ સૂતી વખતે રાજાને કથા સંભળાવનારા કથા સંભળાવે છે ત્યારે તે કથામાં ચિત્તને પરોવીને, મનને અન્ય વિચારોથી શાંત કરીને રાજા નિદ્રાધીન થાય છે, તેમ કેટલાક જીવો તત્ત્વના શ્રવણના વિષયમાં પણ કંઈક સારું સાંભળીને મનને તેમાંથી આનંદ લેવો છે તેવો અભિપ્રાય ધરાવે છે, અને તે અભિપ્રાયપૂર્વક તત્ત્વશ્રવણની ક્રિયા પણ કરે છે. તેવા જીવો તત્ત્વના પરમાર્થને બતાવનારા એવા યોગીની ગવેષણા કરતા નથી, અને યોગીના વચનને અવલંબીને તત્ત્વની પ્રાપ્તિમાં મન વિશ્રાંત થાય તે રીતે અત્યંત ઉપયુક્ત થઈને શ્રવણક્રિયા કરતા નથી. તેવા જીવોનો શ્રવણરસ તત્ત્વની પ્રાપ્તિનું કારણ નથી, છતાં તેવા શ્રવણરસથી કરાયેલું તત્ત્વશ્રવણ શાસ્ત્રોના પદાર્થોનું કંઈક કંઈક અસંબદ્ધ જ્ઞાન પ્રાપ્ત કરાવે છે. તેવા જ્ઞાનથી શાસ્ત્રોના પરમાર્થને સ્પર્શે તેવું પાંડિત્ય આવતું નથી, પરંતુ અસંબદ્ધ પાંડિત્ય આવે છે, જે હિતને બદલે અહિતનું પણ કારણ બને. આવા પ્રકારની શુશ્રુષા સમ્યગ્દષ્ટિને હોતી નથી. તેથી સમ્યગ્દષ્ટિના શુષાગુણથી પ્રવૃત્ત થયેલી શ્રવણની ક્રિયા, શાસ્ત્રના પરમાર્થના બોધમાં વિશ્રાંત થનારી હોય છે. શા અવતરણિકા :
શ્લોક-૨માં કહી તેવી વિશિષ્ટ શુશ્રષા સમ્યગ્દષ્ટિને કેમ હોય છે ? તે બતાવવા અર્થે કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org