________________
સમ્યગ્દષ્ટિદ્વાત્રિંશિકા/શ્લોક-૨
પરં=પરંતુ, સૂતેલા રાજાના, સંમુગ્ધ કથાર્થશ્રવણના અભિપ્રાયરૂપ કથાર્થના વિષય તદ્રુપમા=તેના જેવી, ના=શુશ્રુષા નથી=સમ્યગ્દષ્ટિની શુશ્રુષા નથી; કેમ કે અસંબદ્ધ એવા તે તે જ્ઞાનલવ ફ્ળવાળી એવી તેણીનું= સુપ્તકૃપકથાર્થ શ્રવણરસના જેવી શુશ્રૂષાનું, દુર્વિદગ્ધપણાનું બીજપણું છે=અસંબદ્ધ બોધરૂપ પાંડિત્યનું બીજપણું છે. ૨
IIRII
ભાવાર્થ :
૬
(૧) સમ્યગ્દષ્ટિનું પ્રથમ લિંગ
શુશ્રુષા :
સંસારમાં કોઈ પુરુષ યુવાન હોય, સંગીતકળામાં ચતુર હોય અને સ્ત્રીથી યુક્ત હોય તે સમયે કોઈ કિન્નર આદિ ગાયકવિશેષ ગીત ગાતા હોય અને તે ગીતના વર્ણનું પરિવર્ત થતું હોય તે વખતે સંગીતનો રસિક એવો તે યુવાન ગાયકના ગીત અને વર્ણ પરિવર્તોના અભ્યાસની કથા કરવામાં પ્રવૃત્ત હોય=તે ગાયકના લયોને ગ્રહણ કરવા માટે પ્રવૃત્ત હોય, તે વખતે તે ગાયકના કથનમાં યુવાનને જે પ્રકારનો શ્રવણરસ છે, તેનાથી અતિશય શ્રવણરસને પામેલી તત્ત્વશ્રવણવિષયક શુશ્રુષા સમ્યગ્દષ્ટિને હોય છે.
-
તેથી એ ફલિત થાય કે સંગીતનો શોખીન યુવાન જે રીતે ગાયવિશેષના લયને ગ્રહણ કરવા માટે તે લયો પોતાને સમ્યક્ સ્ફુરણ થાય તે રીતે ઉપયોગપૂર્વક શ્રવણ કરે છે, તેમ સમ્યગ્દષ્ટિ જીવ તત્ત્વની પ્રરૂપણા કરવામાં સમર્થ એવા પુરુષવિશેષ પાસે શાસ્ત્રો સાંભળવા બેસે ત્યારે શાસ્ત્રોનો પરમાર્થ ક્યાં વિશ્રાંત થાય છે, તેના તાત્પર્યને ગ્રહણ કરવા માટે અત્યંત ઉપયુક્ત થઈને શ્રવણ કરે છે; અને ભોગીને ગાયકવિશેષના શ્રવણમાં જેવો શ્રવણ૨સ છે, તેના કરતાં ઘણો અધિક શ્રવણરસ સમ્યગ્દષ્ટિને તત્ત્વશ્રવણમાં છે; કેમ કે ભોગીને કિન્નરના ગેયાદિનું જેવું મહત્ત્વ છે, તેના કરતાં ઘણું અધિક મહત્ત્વ સમ્યગ્દષ્ટિને જિનોક્ત તત્ત્વોનું છે.
કેમ સમ્યગ્દષ્ટિને અધિક મહત્ત્વ છે, તે સ્પષ્ટ કરતાં કહે છે કિન્નરના ગેયથી ભોગીને જે સુખ થાય છે, તે આ ભવના સુખમાત્રમાં વિશ્રાંત થના૨ છે, જ્યારે જિનોક્ત તત્ત્વના બોધથી થનારૂં સુખ તત્ત્વના રસિકને વર્તમાનમાં તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org