________________
સમ્યગ્દષ્ટિદ્વાાિંશિકા/બ્લોક-૧-૨ તેમાં રાગ-દ્વેષ કંઈક મંદ થાય ત્યારે જીવ તત્ત્વને અભિમુખ થાય છે, અને તત્ત્વ પ્રત્યેના અત્યંત અભિમુખભાવમાં પ્રતિબંધક રાગ-દ્વેષનો નાશ થાય ત્યારે જીવની અતિ તીવ્ર રાગ-દ્વેષરૂ૫ ગાંઠ ભેદાઈ છે, તેમ શાસ્ત્રકારો કહે છે. આવા પ્રકારના રાગ-દ્વેષનો ભેદ થાય ત્યારે જીવમાં (૧) તત્ત્વનો તીવ્ર પક્ષપાત થાય છે, તેથી સ્વશક્તિ પ્રમાણે તત્ત્વને જાણવા માટે ઉદ્યમ થાય છે, તત્ત્વ-અતત્ત્વના વિભાગમાં પૂર્ણ મધ્યસ્થતાથી યત્ન થાય છે અને તત્ત્વશ્રવણની ક્રિયા તત્ત્વના બોધમાં વિશ્રાંત થાય છે. વળી જેમ તત્ત્વશ્રવણ પ્રત્યેનો બદ્ધરાગ સમ્યગ્દષ્ટિને હોય છે, તેમ (૨) તત્ત્વને જીવનમાં સેવવા પ્રત્યેનો પણ બદ્ધરાગ હોય છે. તેથી (૩) ચારિત્રસંપન્ન એવા ગુરુ અને તત્ત્વની પ્રાપ્તિમાં અનન્ય ઉપાયભૂત એવા દેવની ભક્તિમાં પણ યથાશક્તિ ઉદ્યમ કરે છે. આ રીતે સમ્યગ્દષ્ટિમાં આ ત્રણ લક્ષણો પ્રગટ થવાથી, શુશ્રષા, ધર્મરાગ અને ગુરુદેવાદિ પૂજારૂપ લિંગો દ્વારા આ જીવે ગ્રંથિનો ભેદ કર્યો છે, માટે તેનામાં સમ્યકત્વ છે, એ પ્રકારનું અનુમાન થાય છે. III અવતરણિકા -
શ્લોક-૧માં કહ્યું કે સમ્યગ્દષ્ટિમાં પરિણામરૂપે રહેલ સમ્યગ્દર્શન અપ્રત્યક્ષ છતાં ત્રણ લિંગો દ્વારા અનુમાન કરાય છે. તેથી હવે સમ્યગ્દષ્ટિમાં વર્તતાં શુશ્રષાદિ ત્રણ લિંગોનું સ્વરૂપ ક્રમસર બતાવે છે – શ્લોક :
भोगिकिन्नरगेयादिविषयाधिक्यमीयुषी ।
शुश्रूषाऽस्य न सुप्तेशकथार्थविषयोपमा ।।२।। અન્વયાર્ચ -
મોmવિત્રનો વિષયfધવનીયુવી કામીના કિન્નરગેયાદિવિષયક શ્રવણરસથી આધિક્યને પામેલી શુશ્રુષા તત્વશ્રવણની ઈચ્છા અચ=આને છે=સમ્યગ્દષ્ટિને છે, સુપ્તશથાર્થવિષયોપમ=સૂતેલા રાજાના કથાશ્રવણરસ સદેશ જ નથી શુશ્રષા નથી અર્થાત્ રાજાના કથાના અર્થના શ્રવણના અભિપ્રાય સદશ શુશ્રષા સમ્યગ્દષ્ટિની નથી. રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org