________________
સમ્યગ્દદ્વિાત્રિંશિકા/શ્લોક-૧
“મહાત્માઓ વડે શુશ્રુષા, ધર્મરાગ અને યથાશક્તિ ગુરુદેવાદિ પૂજન આનાં=સમ્યગ્દષ્ટિનાં, લિંગો બતાવ્યાં છે.” ।।૧।। (યોગબિંદુ શ્લોક-૨૫૩)
૧. ‘સમ્પર્શનઉરગામાત્મનાઽપ્રત્યક્ષોડષ્યનુમીયતે’ - અહીં ‘પિ’ થી એ કહેવું છે કે સમ્યગ્દર્શન પરિણામરૂપે સમ્યગ્દષ્ટિ પ્રત્યક્ષ હોય તો “આ સમ્યગ્દષ્ટિ છે” તેવો બોધ થાય, પરંતુ સમ્યગ્દર્શનરૂપે અપ્રત્યક્ષ પણ સમ્યગ્દષ્ટિનું લિંગો દ્વારા અનુમાન કરાય છે.
3
ભાવાર્થ:
(૧) ત્રણ લિંગો દ્વારા સમ્યગ્દર્શનનું અનુમાન :
તત્ત્વ પ્રત્યેના તીવ્ર પક્ષપાતથી યુક્ત એવી તત્ત્વાતત્ત્વની વિચારણામાં કારણીભૂત એવા મધ્યસ્થભાવનો વ્યાઘાતક, જીવમાં વર્તતો અતિ તીવ્ર રાગ-દ્વેષનો પરિણામ છે; તે રાગ-દ્વેષનો પરિણામ એ ગ્રંથિ છે. આ રાગ-દ્વેષના પરિણામરૂપ ગ્રંથિનો ભેદ થાય ત્યારે જીવમાં તત્ત્વનો તીવ્ર પક્ષપાત ઉત્પન્ન થાય છે, તેથી તત્ત્વને જાણવા માટે મધ્યસ્થતાપૂર્વક પ્રવૃત્તિ થાય છે અને તત્ત્વને જાણીને સ્વશક્તિ અનુસાર તત્ત્વને સેવવાનો પરિણામ થાય છે. આ રાગ-દ્વેષરૂપ ગ્રંથિનો ભેદ કરે ત્યારે જીવ સ્વસિદ્ધાંત પ્રમાણે સમ્યગ્દષ્ટિ થાય છે.
‘આ જીવ સમ્યગ્દષ્ટિ છે’ એ પ્રકારનું પ્રત્યક્ષ છદ્મસ્થને હોતું નથી. સમ્યગ્દષ્ટિમાં આત્મપરિણામ સ્વરૂપે રહેલું સમ્યગ્દર્શન અપ્રત્યક્ષ છે, છતાં એવા પણ સમ્યગ્દષ્ટિનું લિંગો દ્વારા અનુમાન કરાય છે. જેમ પર્વત પર્વતરૂપે પ્રત્યક્ષ હોય, પરંતુ વહ્નિવાળો પર્વત વહ્નિરૂપે પ્રત્યક્ષ નથી, ત્યારે ધૂમરૂપે પર્વતને જોઈને ‘આ પર્વત વહ્નિવાળો છે', તેવું અનુમાન કરાય છે; તેમ સમ્યગ્દષ્ટિ જીવ ચક્ષુ સામે વિદ્યમાન હોય તો જીવરૂપે પ્રત્યક્ષ છે, આમ છતાં સમ્યગ્દર્શન પરિણામ સ્વરૂપે તે સમ્યગ્દષ્ટિ જીવ પ્રત્યક્ષ નથી, પરંતુ શુશ્રુષાદિ ત્રણ લિંગો દ્વારા સમ્યગ્દર્શન પરિણામ સ્વરૂપે સમ્યગ્દષ્ટિ જીવનું અનુમાન કરાય છે.
અહીં વિશેષ એ છે કે જીવમાં અનાદિકાળથી અતિ તીવ્ર રાગ-દ્વેષના પરિણામો વર્તે છે, તેથી તેને લેશ પણ તત્ત્વનો પક્ષપાત હોતો નથી; પરંતુ સંસારના સુખમાત્રમાં આસક્તિ હોવાથી તેના ઉપાયોનો પક્ષપાત હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org