________________
સમ્યગ્દશ્તિાસિંશિકા/સંકલના ચરમયથાપ્રવૃત્તિકરણનો પરિણામ પ્રગટ્યા પછી કોઈક નિમિત્તને પામીને જીવમાં અપૂર્વકરણનો પરિણામ પ્રગટ થાય છે ત્યારે, જીવમાં વર્તતી તત્ત્વને જોવામાં બાધક એવી રાગ-દ્વેષની ગ્રંથિનો ભેદ કરવાનો પ્રારંભ થાય છે; અને અપૂર્વકરણ દ્વારા જીવ ગ્રંથિને ભેદીને અનિવૃત્તિકરણને પ્રાપ્ત કરે છે ત્યારે, પરમ મધ્યસ્થતાપૂર્વક તત્ત્વાતત્ત્વના વિભાગને અનુકૂળ જીવનો ઉપયોગ પ્રવર્તે છે, જે ઉપયોગ અવશ્ય તત્ત્વની પ્રાપ્તિ કરાવીને વિશ્રાંત થાય છે. તેથી અનિવૃત્તિકરણને પામેલો જીવ અવશ્ય સમ્યકત્વને પાપ્ત કરે છે અને ત્યારે જીવનું પારમાર્થિક સ્વરૂપ તેને તત્ત્વરૂપે દેખાય છે.
આ રીતે ત્રણ કરણ દ્વારા ગ્રંથિને ભેદીને સમ્યકત્વને પામેલા જીવો સમ્યક્ત્વથી ભ્રષ્ટ થાય તો પણ તેમને પૂર્વના જેવો સંક્લેશનો પરિણામ થતો નથી. વળી, બૌદ્ધદર્શનવાળા જે બોધિસત્ત્વનું લક્ષણ કરે છે તે સમ્યગ્દષ્ટિમાં ઘટે છે. બૌદ્ધો કહે છે કે બોધિસત્ત્વ કાયપાતિ હોય છે, ચિત્તપાતિ હોતા નથી, તેમ સમ્યગ્દષ્ટિ પણ શુભ આશયવાળા હોવાને કારણે સંસારની પ્રવૃત્તિ કરતા હોય તોપણ કાયપાતિ છે, પણ ચિત્તપતિ નથી.
વળી, જેમાં અંશથી દોષક્ષય થયા છે, તેઓ ઉચિત પ્રવૃત્તિ કરનારા છે. અને સમ્યગ્દષ્ટિ જીવોમાં મિથ્યાત્વાદિ દોષોનો ક્ષય થયો છે, માટે શિષ્ટનું લક્ષણ સમ્યગ્દષ્ટિમાં ઘટે છે.
વળી બ્રાહ્મણો શિષ્ટનું લક્ષણ કરતાં કહે છે કે “વેદને પ્રમાણરૂપે માને તે શિષ્ટ છે.' આ લક્ષણ અનેક દોષોથી વ્યાપ્ત છે અને તે લક્ષણમાં આવતા દોષોના નિવારણ માટે પદ્મનાભે જે પરિષ્કાર કર્યો છે, તે સર્વ પરિષ્કાર બતાવીને ગ્રંથકારશ્રીએ બ્રાહ્મણો વડે સ્વીકારાયેલ શિષ્ટનું લક્ષણ કઈ રીતે સંગત નથી, તે બતાવીને સમ્યગ્દષ્ટિમાં જ શિષ્ટપણું ઘટે છે તે વિસ્તારથી પ્રસ્તુત કાત્રિશિકામાં સ્થાપન કરેલ છે, જે આ પ્રમાણે છે – બ્રાહ્મણો વડે કરાયેલ શિષ્ટના લક્ષણ અંગે શ્લોક-૧૭ થી શ્લોક-૩ર સુધીની ચર્ચા - શિષ્ટનું લક્ષણ અને તે તે લક્ષણમાં આવતી અતિવ્યાપ્તિ આદિ –
(૧) વેરામામસ્તૃત્વમ્ શિષ્ટત્વમ્ બ્રાહ્મણતાડિત બૌદ્ધમાં અતિવ્યાપ્તિ. તેના નિવારણ માટે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org