________________
સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા/સંકલના
તેથી જિજ્ઞાસા થાય કે આ સમ્યકત્વ કઈ રીતે પ્રગટે ? તેને સ્પષ્ટ કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે – સમ્યક્રવપ્રાપ્તિ માટે ત્રણ કારણો :સમ્યક્ત્વનું પ્રાગટ્ય શેનાથી ? જીવ સમ્યક્ત્વ ત્રણ કરણ દ્વારા પ્રાપ્ત કરે છે. (૧) યથાપ્રવૃત્તિકરણ, (૨) અપૂર્વકરણ અને (૩) અનિવૃત્તિકરણ. કરણ એટલે જીવનો પરિણામ. (૧) યથાપ્રવૃત્તિકરણ = નદીગોળપાષાણન્યાયથી અનાભોગ દ્વારા થતો જીવનો
પરિણામ. (૨) અપૂર્વકરણ = અનાદિકાળમાં ક્યારેય ન થયો હોય તેવો જીવનો
અપૂર્વ પરિણામ. (૩) અનિવૃત્તિકરણ = સમ્યકત્વને પામ્યા વિના નિવર્તન ન પામે તેવો પરમ
મધ્યસ્થતાપૂર્વક તત્ત્વાતત્ત્વના વિભાગને અનુકૂળ એવો
જીવનો પરિણામ. અનાભોગથી થયેલ ચરમાવર્તકાળભાવી યથાપ્રવૃત્તિકરણ -
નદીગોળપાષાણન્યાયથી જીવે અનંતીવાર યથાપ્રવૃત્તિકરણ કર્યું, પરંતુ અપૂર્વકરણ કે અનિવૃત્તિકરણ કર્યું નહીં, તેથી સમ્યકત્વને પામ્યો નહીં. વળી કર્મમળની કંઈક અલ્પતા થવાને કારણે ચરમાવર્તકાળમાં જીવ અનાભોગથી યોગમાર્ગનો પ્રથમ ગુણ પ્રાપ્ત કરે છે, ત્યારે થયેલું યથાપ્રવૃત્તિકરણ જીવને તત્ત્વને અભિમુખ બનાવે છે. આને આશ્રયીને ચરમાવર્તકાળભાવી પણ યથાપ્રવૃત્તિકરણ “નદીગોળપાષાણન્યાયથી અનાભોગથી થયેલ છે” એમ કહેવાય છે.
યોગમાર્ગનો પ્રથમ ગુણ પ્રગટ્યા પછી યોગમાર્ગના યમનિયમાદિના સેવનરૂપ યોગમાર્ગની પ્રવૃત્તિઓ ચાર દૃષ્ટિમાં રહેલા જીવો કરે છે, તે સર્વ અપૂર્વકરણના આસન્નભાવવાળા પરિણામરૂપ છે. તે પરિણામને આશ્રયીને ચાર દૃષ્ટિઓને અપૂર્વ પરિણામરૂપ સ્વીકારેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org