________________
સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા/સંકલના
‘દ્વાદિંશદ્વાચિંશિકા' ગ્રંથની ૧પમી “સમ્યગ્દષ્ટિદ્વાત્રિશિકા'ના પદાર્થોની સંકલના
(૧) ચક્ષુથી અપ્રત્યક્ષ એવા સમ્યગ્દર્શનનો પરિણામ, ત્રણ લિંગો દ્વારા, અનુમેય :
સમ્યગ્દષ્ટિ જીવને તત્ત્વને જોવામાં બાધક એવા મિથ્યાત્વનો ક્ષય થયેલો હોવાથી જીવની સર્વકર્મરહિત અવસ્થા સારરૂપ લાગે છે, અને તે અવસ્થાની પ્રાપ્તિનો ઉપાય સર્વસંગના પરિણામથી રહિત એવો જીવનો જ્ઞાનનો ઉપયોગ છે, એમ સમ્યગ્દષ્ટિને દેખાય છે. વળી સંગપરિણામથી આવિષ્ટ જ્ઞાન કર્મબંધ દ્વારા સંસારના સર્જનનું કારણ છે, આવો સ્થિર વિશ્વાસ સમ્યગ્દષ્ટિને છે, અને સંગ વગરની અવસ્થાની પ્રાપ્તિનો ઉપાય કષ-છેદ-તાપશુદ્ધ એવું સર્વજ્ઞનું વચન છે અને સર્વજ્ઞના વચનાનુસાર પ્રવૃત્તિ છે, આવો બોધ પણ સમ્યગ્દષ્ટિને છે. તેથી સમ્યગ્દષ્ટિ જીવને તત્ત્વને બતાવનારા ભગવાનના વચનને સાંભળવાનો બળવાન રાગ છે અને ભગવાનના વચનાનુસાર શીલસેવનનો પણ બળવાન રાગ છે.
વળી અસંગભાવની પ્રાપ્તિમાં જેમ શ્રત અને શીલ કારણ છે, તેમ ગુણવાન ગુરુ અને સન્માર્ગને બતાવનારા દેવાદિની પૂજા પણ કારણ છે. તેથી સમ્યગ્દષ્ટિ જીવ શક્તિના પ્રકર્ષથી ગુરુ અને દેવાદિની ભક્તિ પણ કરે છે. તેથી સમ્યગ્દષ્ટિમાં વર્તતો સમ્યગ્દર્શનનો પરિણામ ચક્ષુથી પ્રત્યક્ષ નથી, તોપણ શુશ્રુષાગુણ, ધર્મરાગ અને ગુરુદેવાદિની પૂજા – આ ત્રણ લિંગો દ્વારા “આ સમ્યગ્દષ્ટિ છે તેમ અનુમાન થાય તેવો છે.
જીવ અનાદિકાળથી સુખનો અર્થ છે અને સમ્યત્વ પામે છે ત્યારે પણ સુખનો અર્થી છે. ફક્ત પૂર્વમાં મિથ્યાત્વ હોવાને કારણે પારમાર્થિક સુખને જોવાની દૃષ્ટિનો ઉઘાડ ન હતો, તેથી અપારમાર્થિક સુખ માટે જીવ ઉદ્યમ કરતો હતો. હવે સમ્યત્વ પ્રાપ્ત થવાના કારણે પારમાર્થિક સુખને જોવાની નિર્મળ દૃષ્ટિનો ઉઘાડ થયો, તેથી સમ્યગ્દષ્ટિ જીવ પારમાર્થિક સુખની પ્રાપ્તિ માટે ઉદ્યમ કરનાર બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org