________________
સમ્યગ્દષ્ટિવાત્રિશિકા/શ્લોક-૩૨
૧૩૫ માટે “અદૃષ્ટસાધનસાવચ્છેદકરૂપ પુરસ્કાર” કહેવાથી પ્રથમ પ્રકારના પુરુષમાં શિષ્ટનું લક્ષણ ઘટે છે; કેમ કે પ્રથમ પ્રકારનો પુરુષ અષ્ટસાધનસાવચ્છેદક ગંગાજળત્વ પુરસ્કારથી “આ ગંગાજળ અદૃષ્ટસાધન નથી' એમ કહેતો નથી, પરંતુ “આ ફૂપ જળ અદૃષ્ટ સાધન નથી” એમ કહે છે. તેથી તે પ્રથમ પ્રકારના પુરુષમાં શિષ્ટના લક્ષણની અવ્યાપ્તિ દૂર થાય છે, તોપણ ત્રીજા પ્રકારનો પુરુષ “આ ઉચ્છિષ્ટ ગંગાજળ અદષ્ટ સાધન નથી, તેમ કહે છે. તેથી અદષ્ટસાધનતાવચ્છેદક ગંગાજળત્વ પુરસ્કારથી નિષેધ મુખથી તેનું કથન છે અર્થાત્ “આ ઉચ્છિષ્ટ ગંગાજળ અદૃષ્ટ સાધન નથી” એ કથનમાં “ગંગાજળસ્વરૂપ અદૃષ્ટસાધનતાવચ્છેદક ધર્મ છે અને આ અદૃષ્ટ સાધન નથી” એ પ્રકારનું વચન નિષેધમુખથી કથન છે. તેથી બે પ્રકારના પરિષ્કાર કરવા છતાં ત્રીજા પ્રકારના પુરુષમાં શિષ્ટનું લક્ષણ અવ્યાપ્ત થાય છે. તેથી “અષ્ટસાધનતાવિરોધી-રૂપ-અપુરસ્કાર' કહેવાથી ત્રીજા પ્રકારના પુરુષમાં શિષ્ટના લક્ષણની અવ્યાપ્તિ દૂર થાય છે, કેમ કે અદૃષ્ટસાધનતા વિરોધી એવા ઉચ્છિષ્ટત્વ ધર્મ પુરસ્કારથી “આ ગંગાજળ અદષ્ટ સાધન નથી” એ પ્રકારનું ત્રીજા પુરુષનું કથન છે. માટે આ ત્રીજા પ્રકારના પરિષ્કારથી ત્રીજા પ્રકારના પુરુષમાં પણ શિષ્ટનું લક્ષણ ઘટે છે.
અહીં ગંગાજળને અદષ્ટ સાધન સ્વીકારવા દ્વારા ઉપલક્ષણથી પરલોકને સાધનારી યાવદ્ ઉચિત પ્રવૃત્તિમાં ભ્રમ વિનાના પુરુષનું ગ્રહણ કરવાનું છે.
વા નરસાધનવિષયમથ્યાજ્ઞાનામાવવā શિષ્ટતૈક્ષi' એ પરનીતિથી સ્વતંત્ર લક્ષણ નથી, એમ પૂર્વમાં કહ્યું, અને તેમાં હેતુ આપેલ કે સ્વાપાદિ દશાવાળા બૌદ્ધાદિમાં આવું લક્ષણ અતિવ્યાપ્ત થાય છે. ત્યાં પૂર્વપક્ષી કહે કે આ અતિવ્યાપ્તિનું નિવારણ અમે લક્ષણનો પરિષ્કાર કરીને કરીશું. તેથી ‘ સાથનતાવિષયમિથ્યાજ્ઞાનભાવવત્વે શિષ્ટત્વ' એ શિષ્ટનું સ્વતંત્ર લક્ષણ સ્વીકારી શકાશે. તેના નિવારણ માટે ‘તવિ થી હેતુ કહે છે –
આટલાના અગ્રહમાં પણ=કોઈ પુરુષ દ્વારા અદૃષ્ટસાધનતાવિષયક વાવ યથાર્થ જ્ઞાનનો અગ્રહ હોતે છતે પણ, સર્વ શિષ્ટોમાં સમાદિ લિંગ દ્વારા શિષ્ટત્વનો વ્યવહાર થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org