SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ સમ્યગ્દચ્છિાત્રિશિકા/શ્લોક-૩૨ વસ્તુતઃ તે જળ ઉચ્છિષ્ટ નથી. તેથી અદૃષ્ટનું સાધન છે, આમ છતાં તે પુરુષને આ અદૃષ્ટનું સાધન નથી' તેવો ભ્રમ છે. તેથી તેમાં શિષ્ટનું લક્ષણ અવ્યાપ્ત થાય છે. તેના નિવારણ માટે પૂર્વપક્ષી પરિષ્કાર કરે છે -- _ 'अदृष्टसाधनताविरोधिरूपापुरस्कारेण अदृष्टसाधनताविषयकमिथ्याज्ञानाभाववत्त्वं शिष्टलक्षणं' આનાથી એ પ્રાપ્ત થાય કે “અનુચ્છિષ્ટ ગંગાજળમાં અનુચ્છિષ્ટ ગંગાજળત્વેન અદૃષ્ટસાધનતા છે અને તે પુરુષને અષ્ટસાધનતાના વિરોધી એવા ઉચ્છિષ્ટત્વરૂપ પુરસ્કારથી ઉચ્છિષ્ટ એવું ગંગાજળ અદૃષ્ટનું સાધન નથી, તેવો ભ્રમ થયો છે, પરંતુ અષ્ટસાધનતાના વિરોધી એવા ઉચ્છિષ્ટવરૂપ-અપુરસ્કારથી જેને ગંગાજળમાં “આ ગંગાજળ અદૃષ્ટસાધન નથી' એવો ભ્રમ હોય તેને મિથ્યાજ્ઞાન છે. તેથી ગંગાજળમાં ઉચ્છિષ્ટત્વના ભ્રમવાળા પુરુષમાં શિષ્ટનું લક્ષણ અવ્યાપ્ત થશે નહીં. અહીં વિશેષ એ છે કે આ ત્રીજા પ્રકારના ભ્રમવાળા પુરુષને અનુચ્છિષ્ટ નન્નત્વેન કરસાથનત્વેની કાર્યકારણભાવ માન્ય છે. ફક્ત પુરોવર્સી ભાજનમાં રહેલ ગંગાજળમાં ઉચ્છિષ્ટત્વનો ભ્રમ છે, તેથી “આ ઉચ્છિષ્ટ ગંગાજળ અદષ્ટનું સાધન નથી' એમ કહે છે ત્યારે અનુચ્છિષ્ટ ગંગાજળમાં ઉચ્છિષ્ટત્વનો ભ્રમ છે=અનુચ્છિષ્ટ ગંગાજળમાં ‘યંત્વવિચ્છ 'ભ્રમ છે, પરંતુ “અનુચ્છિષ્ટ ગંગાજળ અષ્ટસાધન છે', તેમાં ભ્રમ નથી, માટે તે શિષ્ટ છે. આથી જ તે પુરુષ અષ્ટસાધનતાવિરોધી ઉચ્છિષ્ટત્વ-રૂપ-અપુરસ્કારથી ગંગાજળને અષ્ટસાધન નથી, એમ કહેતો નથી. ત્રણ પ્રકારના પુરુષોમાં આવતી શિષ્ટના લક્ષણની અવ્યાપ્તિ દૂર કરવા જે પરિષ્કાર કર્યો, તેમાં નિષેધમુખ કહેવાથી બીજા પ્રકારના પુરુષમાં શિષ્ટના લક્ષણની અવ્યાપ્તિ દૂર થાય છે, તોપણ પ્રથમ પ્રકારના અને ત્રીજા પ્રકારના પુરુષમાં શિષ્ટનું લક્ષણ અવ્યાપ્ત થાય છે; કેમ કે પ્રથમ પ્રકારનો પુરુષ “આ કૂપજળ અદૃષ્ટસાધન નથી,' તેમ નિષેધમુખથી કથન કરે છે, અને ત્રીજા પ્રકારનો પુરુષ “આ ઉચ્છિષ્ટ ગંગાજળ અદૃષ્ટ સાધન નથી', તેમ નિષેધમુખથી કથન કરે છે. તેથી એ બંને પુરુષમાં શિષ્ટના લક્ષણની અવ્યાપ્તિના નિવારણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004675
Book TitleSamyagadrushti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy