________________
સમ્યગ્દષ્ટિદ્વાત્રિંશિકા/બ્લોક-૩૨
'निषेधमुखेन अदृष्टसाधनताविषयकमिथ्याज्ञानाभाववत्त्वं शिष्टलक्षणं'
આનાથી એ પ્રાપ્ત થાય કે જે પુરુષને પુરોવર્તી ભાજનમાં ૨હેલા કૂપજળમાં કોઈક નિમિત્તથી ગંગાજળત્વનો ભ્રમ થયો, તેથી ‘આ જળ અદૃષ્ટનું સાધન છે' એમ કહે છે; પરંતુ આ કથન નિષેધમુખથી નથી અર્થાત્ ‘આ પુરોવર્તી ભાજનમાં રહેલ ગંગાજળ અદૃષ્ટનું સાધન નથી’ એ પ્રકારના નિષેધમુખથી એ કથન નથી, પણ ગંગાજળ અદૃષ્ટનું સાધન છે, એ પ્રકારના વિધિમુખથી કથન છે.
૧૩૩
તેથી એ ફલિત થાય કે જે પુરુષને ગંગાજળ અદૃષ્ટનું સાધન માન્ય નથી, તે પુરુષ કહે કે ‘આ ગંગાજળ અદૃષ્ટનું સાધન નથી' તે પુરુષમાં નિષેધમુખથી અદૃષ્ટસાધનતાવિષયક મિથ્યાજ્ઞાન છે, માટે તે પુરુષ શિષ્ટ નથી; પરંતુ જે પુરુષને ગંગાજળ અદૃષ્ટના સાધનરૂપે માન્ય છે, તે પુરુષમાં નિષેધમુખથી અદષ્ટસાધનતાવિષયક મિથ્યાજ્ઞાન નથી, માટે તે શિષ્ટ છે. આમ છતાં તે પુરુષને પુરોવર્તી ભાજનમાં રહેલ કૂપજળમાં ગંગાજળનો ભ્રમ છે, તેથી ‘આ ગંગાજળ અદૃષ્ટનું સાધન છે' એમ કહે છે, પરંતુ ગંગાજળ અદૃષ્ટનું સાધન નથી, એવું મિથ્યાજ્ઞાન તે પુરુષમાં નથી. માટે ગંગાજળને નિષેધમુખથી અદૃષ્ટનું સાધન કહેતો નથી, તેથી તે પુરુષમાં શિષ્ટનું લક્ષણ અવ્યાપ્ત થતું નથી.
અહીં વિશેષ એ છે કે આ બીજા પ્રકારના ભ્રમવાળા પુરુષને ‘નતત્વન અદૃષ્ટસાધનત્વન' કાર્યકારણભાવ માન્ય છે. ફક્ત પુરોવર્તી ભાજનમાં ૨હેલા કૂપજળમાં ગંગાજળનો ભ્રમ છે, તેથી ‘આ ગંગાજળ અષ્ટસાધન છે' એમ કહે છે. ત્યારે --
કૂપજળમાં ગંગાજળનો ભ્રમ છે=કૂપજળમાં ‘વંત્વાવલ્ઝેવેન' ભ્રમ છે, પરંતુ ગંગાજળ અદૃષ્ટસાધન છે, તેમાં ભ્રમ નથી, માટે તે શિષ્ટ છે. આથી જ તે પુરુષ નિષેધમુખથી ગંગાજળને અદષ્ટસાધન કહેતો નથી.
(૩) ગંગાજળમાં ઉચ્છિષ્ટત્વના ભ્રમવાળો પુરુષ :- વળી કોઈ પુરુષને ‘અનુચ્છિષ્ટ=એંઠું નહીં એવું ગંગાજળ અદૃષ્ટનું સાધન છે, તેવો નિર્ણય હોય, આમ છતાં પુરોવર્તી ભાજનમાં રહેલા ગંગાજળમાં કોઈક નિમિત્તથી ઉચ્છિષ્ટત્વનો ભ્રમ થયો. તેથી કહે છે કે ‘આ ઉચ્છિષ્ટ ગંગાજળ અદૃષ્ટનું સાધન નથી.’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org