________________
૧૩૨
સમ્યગ્દદ્ધિાત્રિશિકા/શ્લોક-૩૨ પરંતુ કૂપજળવ ધર્મ પુરસ્કારથી પુરોવર્સી ગંગાજળ અદૃષ્ટ સાધન નથી, એમ કહે છે. તેથી તે પુરુષમાં શિષ્ટનું લક્ષણ ઘટે છે; કેમ કે ગંગાજળત્વ ધર્મ પુરસ્કારથી અદૃષ્ટસાધનતાવિષયકમિથ્યાજ્ઞાનઅભાવવત્ત્વ તે પુરુષમાં છે, કારણ કે તે પુરુષ ગંગાજળત્વેન ગંગાજળને અદષ્ટનું સાધન માને છે.
તેથી એ ફલિત થાય કે ગંગાજળને જેઓ અદૃષ્ટ સાધન માનતા નથી, તેઓમાં અસાધનતાવચ્છેદકરૂપ પુરસ્કારથી અદષ્ટસાધનતાવિષયક મિથ્યાજ્ઞાન છે; અને જેઓ ગંગાજળને અદૃષ્ટનું સાધન માને છે, તેઓમાં “અષ્ટસાધનતાવિષયક મિથ્યાજ્ઞાનનો અભાવ છે”, આમ છતાં પુરોવર્સી ભાજનમાં રહેલ ગંગાજળમાં કોઈ શિષ્ટ પુરુષને કોઈક રીતે ફૂપજળત્વનો ભ્રમ થાય તો “આ કૂપજળ અદૃષ્ટનું સાધન નથી' એમ તે પુરુષ કહે, તે સ્થાનમાં પુરોવર્તી પદાર્થમાં કૂપજળનો ભ્રમ છે, પરંતુ “ગંગાજળ અદૃષ્ટનું સાધન નથી' તેવું મિથ્યાજ્ઞાન નથી, તેથી તે પુરુષ શિષ્ટ છે. આમ છતાં તે પુરુષમાં શિષ્ટનું લક્ષણ જતું ન હતું, તેના પરિષ્કારરૂપે શિષ્ટના લક્ષણનું વિશેષણ “અષ્ટસાધનતાવચ્છેદકરૂપ પુરસ્કાર આપવાથી તે પુરુષમાં આવતી શિષ્ટના લક્ષણની અવ્યાપ્તિ દૂર થાય છે.
અહીં વિશેષ એ છે કે આ પ્રથમ પ્રકારના ભ્રમવાળા પુરુષને ‘ નતત્વન અષ્ટસાધનāન' કાર્યકારણભાવ માન્ય છે. ફક્ત પુરોવર્તી ભાજનમાં રહેલ ગંગાજળમાં કૂપજળનો ભ્રમ છે, તેથી “આ કૂપજળ અદષ્ટ સાધન નથી' એમ કહે છે. ત્યારે ગંગાજળમાં ફૂપજળનો ભ્રમ છેeગંગાજળમાં ‘વંદ્વાવછેરેન' ભ્રમ છે, પરંતુ ગંગાજળ અદૃષ્ટ સાધન નથી તેવો ભ્રમ નથી, માટે તે શિષ્ટ છે. આથી જ તે પુરુષ અદષ્ટસાધનતાવચ્છેદકરૂપ ગંગાજળત્વ ધર્મ પુરસ્કારથી “આ જળ અદૃષ્ટ સાધન નથી' એમ કહેતો નથી.
(૨) કૂપજળમાં ગંગાજળના ભ્રમવાળો પુરુષ :વળી કોઈ પુરુષને “ગંગાજળ અદૃષ્ટનું સાધન છે' તેવો નિર્ણય હોય, આમ છતાં પુરોવર્તી ભાજનમાં રહેલ કૂપજળમાં કોઈક નિમિત્તથી “આ ગંગાજળ છે” એવો ભ્રમ થયો, અને તેથી કહે કે “આ પુરોવર્તી ભાજનમાં રહેલ ગંગાજળ અદષ્ટનું સાધન છે” અર્થાત્ પરલોકના હિતનું સાધન છે, તે પુરુષમાં શિષ્ટનું લક્ષણ અવ્યાપ્ત થાય છે. તેના નિવારણ માટે પૂર્વપક્ષી પરિષ્કાર કરે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org