________________
સમ્યગ્દષ્ટિપ્લાનિશિકા/બ્લોક-૩૨
૧૨૭ સ્યાદ્વાદના ઉપદેશને, અનુસરનારી હોવાથી અવશ્ય કલ્યાણનું કારણ બને છે. (૨) આમ છતાં કોઈ સાધુ શાસ્ત્રોના પારને પામેલા હોવાથી ગીતાર્થ હોય તો તેઓને મોક્ષમાર્ગનો સૂક્ષ્મ બોધ છે. તેથી સમ્યગ્દષ્ટિ કરતાં તે ગીતાર્થ સાધુ શિષ્ટતર છે, તેમ સ્વીકારીને તેમનું અનુસરણ કરાય છે. (૩) વળી કોઈક શ્રુતકેવળી હોય તો તેઓ ગીતાર્થ સાધુ કરતાં અધિક બોધવાળા હોવાને કારણે શિષ્ટતમ છે, તેમ સ્વીકારીને તેમનું અનુસરણ કરાય છે. (૪) વળી કોઈ સાધુ વીતરાગ અને સર્વજ્ઞ હોય તો તેઓને સંપૂર્ણ બોધ હોવાને કારણે શ્રુતકેવળી કરતાં અધિક શિષ્ટતમ છે, તેમ સ્વીકારીને તેમનું અનુસરણ કરાય છે. આ
આ રીતે યોગમાર્ગની પ્રવૃત્તિ કરવા અર્થે શિષ્ટ પુરુષનો આશ્રય કરનારા પણ “આ શિષ્ટ કરતાં આ શિષ્ટ અધિક છે, માટે તેનો આશ્રય કરવો ઉચિત છે” એમ નિર્ણય કરે છે. આ પ્રકારનો નિર્ણય ક્ષીયમાણ દોષરૂપ પ્રતિયોગીના ભેદથી થાય છે. તે આ રીતે --
સમ્યગ્દષ્ટિ જીવના ક્ષીયમાણ દોષરૂપ પ્રતિયોગી કરતાં ગીતાર્થ સાધુના ક્ષીયમાણ દોષરૂપ પ્રતિયોગીનો ભેદ છે; કેમ કે ગીતાર્થ સાધુએ શાસ્ત્રાધ્યયન કરીને સમ્યગ્દષ્ટિ કરતાં ઘણાં જ્ઞાનાવરણીયાદિ કર્મોનો ક્ષય કરેલ છે. વળી ગીતાર્થ સાધુ કરતાં પણ શ્રુતકેવળીએ ઘણાં જ્ઞાનાવરણીયાદિ કર્મોનો ક્ષય કરેલ છે, તેથી તેઓ અધિક શિષ્ટ છે; અને સર્વજ્ઞ વીતરાગે સર્વથા જ્ઞાનાવરણીયનો અને મોહનો ઉચ્છેદ કરેલો છે, તેથી નાશ પામતા દોષોનો ક્ષય તેઓમાં સૌથી ઉત્કૃષ્ટ છે, માટે શિષ્ટતમ છે.
ગ્રંથકારશ્રીએ સ્વીકારેલ “અંશથી ક્ષીણદોષત્વરૂપ શિષ્ટત્વ' સ્વીકારવાથી આ પ્રકારના ભેદવાળું શિષ્ટપણું સંગત થાય છે, પરંતુ બ્રાહ્મણો જે ‘વેકામાખ્યાખ્યુપઅને સતિ વેલા પ્રામાનિષ્ણુપમ: શિર્વ' કહે છે, તે શિષ્ટત્વમાં કોઈ જાતની તરતમતા પ્રાપ્ત થાય નહીં, કેમ કે જે બ્રાહ્મણો વેદને પ્રમાણરૂપ માને છે, તેને શિષ્ટ કહીએ તો સર્વ બ્રાહ્મણોમાં સમાનરૂપે શિષ્ટપણું પ્રાપ્ત થાય. પરંતુ આ શિષ્ટ છે, આ શિષ્ટતર છે” ઇત્યાદિ સર્વ લોકોને અનુભવસિદ્ધ ભેદોની પ્રતીતિ બ્રાહ્મણોએ કરેલા શિષ્ટના લક્ષણમાં સંગત થાય નહીં, પરંતુ ગ્રંથકારશ્રીએ કરેલા શિષ્ટના લક્ષણમાં શિષ્ટત્વની તરતમતાની સંગતિ થાય છે. માટે પણ ગ્રંથકારશ્રીએ કરેલું શિષ્ટનું લક્ષણ યુક્તિયુક્ત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org