________________
સમ્યગ્દદ્વિાત્રિંશિકા/શ્લોક-૩૨
તેન... પૂર્વમાં કહ્યું કે બ્રાહ્મણોએ કરેલા શિષ્ટના લક્ષણમાં શિષ્ટની તરતમતાની સંગતિ થાય નહીં, માટે તે લક્ષણ ઉચિત નથી. એના દ્વારા ‘વેદવિહિત અનુષ્ઠાન કરનારા શિષ્ટ છે', એમ અન્ય કોઈ શિષ્ટનું લક્ષણ કરે છે તેનો પણ નિરાસ થાય છે; કેમ કે વેદવિહિત અનુષ્ઠાન કરનારાઓમાં પણ શિષ્ટના લક્ષણની તરતમતાની સંગતિ થઈ શકતી નથી; અને સર્વજનને પ્રતીત તરતમતાવાળું શિષ્ટપણું સ્વીકારવું ઉચિત હોવાથી વેદમાં કહેલાં અનુષ્ઠાન કરનારાઓને શિષ્ટ કહેવા ઉચિત નથી.
૧૨૮
વળી વેદવિહિત અર્થના અનુષ્ઠાન કરનારાને શિષ્ટ સ્વીકારીએ તો તેમાં બે વિકલ્પ પડે છે.
--
(૧) યાવત્ વેદવિહિત અર્થના અનુષ્ઠાન કરનારા છે, તે શિષ્ટ છે, અથવા (૨) વેદવિહિત અર્થના એક દેશવાળું અનુષ્ઠાન કરે તે શિષ્ટ છે.
તેમાં પ્રથમ વિકલ્પ સ્વીકારીએ તો અસંભવદોષની પ્રાપ્તિ છે અને બીજો વિકલ્પ સ્વીકારીએ તો અતિવ્યાપ્તિદોષની પ્રાપ્તિ છે. તે આ રીતે
(૧) વેદમાં સંખ્યાતીત અનુષ્ઠાનો બતાવાયાં છે. તેમાંથી કોઈક બ્રાહ્મણો કોઈક કોઈક અનુષ્ઠાન કરતા હોય છે, તો વળી અન્ય બ્રાહ્મણો અન્ય અન્ય અનુષ્ઠાન કરતા હોય, પરંતુ કોઈ બ્રાહ્મણ વેદમાં બતાવેલાં સર્વ અનુષ્ઠાનો કરી શકતા નથી. તેથી પ્રથમ વિકલ્પ સ્વીકારીએ તો કોઈપણ બ્રાહ્મણમાં શિષ્ટનું લક્ષણ ઘટે નહીં. તેથી શિષ્યના લક્ષણમાં અસંભવદોષની પ્રાપ્તિ થાય.
—
(૨) અસંભવ દોષના નિવારણ માટે બીજા વિકલ્પ પ્રમાણે કહેવામાં આવે કે ‘વેદમાં કહેલા અર્થોમાંથી કેટલાક અર્થોનું સેવન કરનારા શિષ્ટ છે'; તો ‘હિંસા કરવી જોઈએ નહીં' એ પ્રકારના વેદવચનાનુસાર જે અનુષ્ઠાન છે, તે અનુષ્ઠાન સેવનારા બૌદ્ધાદિમાં પણ શિષ્ટનું લક્ષણ પ્રાપ્ત થાય; કેમ કે બૌદ્ધાદિ પણ અહિંસાપાલનને ધર્મરૂપે સ્વીકારે છે. તેથી વેદવિહિત અર્થ એકદેશ અનુષ્ઠાતૃત્વ રૂપ શિષ્ટનું લક્ષણ બૌદ્ધાદિમાં અતિવ્યાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org