________________
૧૨૬
સમ્યગ્દસ્લિાનિંશિકા/શ્લોક-૩૨ અને ભગવાનના વચનાનુસાર ઉચિત પ્રવૃત્તિઓ પ્રત્યે અત્યંત પક્ષપાતવાળા થાય છે. આવા સમ્યગ્દષ્ટિને “આ સંસારમાં ભમતાં ક્યારેય મને આવું તત્ત્વ મળ્યું નથી, તેથી અત્યાર સુધી સંસારનું પરિભ્રમણ ચાલુ રહ્યું. હવે આ તત્ત્વના બળથી અવશ્ય હું સંસારને તરીશ” એવો બોધ થવાથી અપૂર્વ તત્ત્વપ્રાપ્તિનો હર્ષ થાય છે. તેથી સમ્યગ્દષ્ટિ જીવ પરમાનંદનું ભાજન છે.
જેમ કોઈ દરિદ્ર માણસને “આ રત્નચિંતામણિ છે અને સર્વ દરિદ્રતાના નાશનો એક ઉપાય છે” એવું જ્ઞાન હોય, અને રત્નચિંતામણિ પોતાને પ્રાપ્ત થાય તો અતિઆનંદવાળો બને છે, તેમ ભગવાનના શાસનના પરમાર્થને પામીને સમ્યગ્દષ્ટિ જીવ પરમાનંદવાળો થાય છે.
વળી અંશથી ક્ષીણદોષત્વરૂપ શિષ્ટત્વ સમ્યગ્દષ્ટિમાં છે. તે કેવા પ્રકારની વિશેષતાવાળું છે ? તે બતાવે છે –
સમ્યગ્દષ્ટિ આદિ જીવોમાં ક્ષીણ પામતા દોષો છે તે પ્રતિયોગી છે, અને તે પ્રતિયોગીના ભેદથી=ક્ષીણ પામતા દોષારૂપ પ્રતિયોગીના ભેદથી, શિષ્ટપણું પણ અનેક ભેદવાળું છે. આવું અનેક ભેદવાળું શિષ્ટપણું સર્વ લોકોને અનુભવસિદ્ધ છે.
અનેક ભેદવાળું શિષ્ટપણે કઈ રીતે સર્વ લોકોને અનુભવસિદ્ધ છે ? તે બતાવે છે – “આ પુરુષ આના કરતાં શિષ્ટતર છે અને આ પુરુષ આના કરતાં શિષ્ટતમ છે', આ પ્રકારનો સાર્વજનિન વ્યવહાર છે.
આશય એ છે કે જેમ સંસારમાં કોઈને માર્ગનો બોધ ન હોય તો શિષ્ટ પુરુષને પૂછીને માર્ગનો નિર્ણય કરાય છે, તેમ મોક્ષમાર્ગનો નિર્ણય કરવા માટે પણ શિષ્ટ પુરુષનો આશ્રય કરાય છે; અને સંસારમાં માર્ગનો નિર્ણય કરવા માટે કોઈ શિષ્ટનો આશ્રય કર્યા પછી, આ તેના કરતાં અધિક શિષ્ટ છે, તેવો નિર્ણય થાય તો પૂર્વના શિષ્ટના વચનને છોડીને અધિક શિષ્ટના વચન પ્રમાણે માર્ગનું અનુસરણ કરાય છે; તેમ (૧) સંસારથી પર થવા માટે અતીન્દ્રિય એવા યોગમાર્ગમાં પણ ક્ષીણદોષવાળા એવા સમ્યગ્દષ્ટિને શિષ્ટ સ્વીકારીને તેમનું અનુસરણ કરાય છે, કેમ કે સમ્યગ્દષ્ટિ જીવો દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાવાળા હોય છે. તેથી તેઓની પ્રવૃત્તિ દૃષ્ટિવાદના ઉપદેશને=ભગવાનના વચનરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org