________________
સમ્યગ્દષ્ટિાસિંશિકા/શ્લોક-૩૨
૧૨૫ પદાર્થને છોડીને, માત્ર “વેદ પ્રમાણ' છે, તેમ સ્વીકારવું તે શ્રદ્ધામાત્રરૂપ છે, એમ પૂર્વશ્લોક-૩૦માં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું. તેથી બ્રાહ્મણોએ કરેલું શિષ્ટનું લક્ષણ સંગત નથી, તેમ સિદ્ધ થાય છે. તેનાથી ગ્રંથકારશ્રીએ જે પૂર્વમાં ‘અંશત: લીગતોષવં શિષ્ટવં' એ શિષ્ટનું લક્ષણ કહેલું, તે પરમાનંદવાળા સમ્યગ્દષ્ટિમાં સંગત થાય છે.
જોકે બધા સમ્યગ્દષ્ટિ પરમાનંદવાળા હોય છે, તેથી સમ્યગ્દષ્ટિના વિશેષણરૂપ પરમાનંદ' શબ્દથી કોઈની વ્યાવૃત્તિ થતી નથી, પરંતુ પરમાનંદ વિશેષણ સમ્યગ્દષ્ટિના સ્વરૂપમાત્રને બતાવે છે. તેથી સમ્યગ્દષ્ટિના સ્વરૂપને બતાવનાર એવું પરમાનંદ' વિશેષણ શિષ્ટત્વનું લિંગ બને છે.
વળી સમ્યગ્દષ્ટિ પરમાનંદનું ભાજન કેમ છે ? તે સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
દુઃખે કરીને ભેદી શકાય એવા મિથ્યાત્વમોહનીયકર્મનો ભેદ થવાને કારણે સમ્યગ્દષ્ટિને નિરતિશય આનંદ ઉત્પન્ન થાય છે.
આશય એ છે કે આ જીવે સંસારમાં અનાદિકાળથી ક્યારેય તત્ત્વને જોયું નથી. તેથી અતત્ત્વમાં પરમાર્થ બુદ્ધિ કરીને સંસારના પરિભ્રમણને પ્રાપ્ત કર્યું; પરંતુ જીવ કોઈક રીતે બુદ્ધિના વિપર્યાસને કરાવનાર મિથ્યાત્વમોહનીય કર્મનો સ્વપરાક્રમ દ્વારા વિનાશ કરે છે અને સમ્યક્ત પ્રાપ્ત કરે છે, જેના કારણે તેને “સર્વ કર્મરહિત એવી આત્માની પારમાર્થિક અવસ્થા જીવ માટે પૂર્ણ સુખરૂપ છે, અને આવી અવસ્થાની પ્રાપ્તિનો ઉપાય અસંગભાવ છે”, એવું પ્રતીત થાય છે. તેથી તેને જણાય છે કે “સંગના પરિણામથી જીવ બાહ્ય પદાર્થોનો સંગ કરીને આરંભમાં પ્રવર્તે છે, કર્મો બાંધે છે અને સંસારની સર્વ વિડંબના પ્રાપ્ત કરે છે, અને આ સર્વ વિડંબનાના ઉચ્છેદનો ઉપાય સંગપરિણતિનો ત્યાગ છે.” આવી સ્થિરબુદ્ધિ થવાથી સમ્યગ્દષ્ટિને તદ્દન સંગ વગરની અવસ્થારૂપ સિદ્ધ અવસ્થા પ્રત્યે તીવ્ર પક્ષપાત થાય છે. આમ છતાં અસંગભાવ પ્રાપ્ત કરવાનો ઉપાય વિચારણામાત્ર નથી, તેથી સમ્યગ્દષ્ટિને અસંગભાવની પ્રાપ્તિનો ઉપાય સર્વજ્ઞનું વચન અને સર્વજ્ઞના વચનાનુસાર સર્વ પ્રવૃત્તિઓ દેખાય છે. તેથી અસંગભાવના અર્થી એવા સમ્યગ્દષ્ટિ જીવો ભગવાનના વચનરૂપ શ્રુતજ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org