________________
૧૨૪
સમ્યગ્દાિત્રિંશિકા/શ્લોક-૩૨
=િજે કારણથી ‘આ આનાથી શિષ્ટ છે, આ આનાથી શિષ્ટતમ છે' એ પ્રકારનો સાર્વજનિન વ્યવહાર થાય છે=સર્વજનને પ્રતીત વ્યવહાર થાય છે, અને તે=સર્વજનને પ્રતીત શિષ્ટની તરતમતાનો વ્યવહાર, અધિકતર અધિકતમ દોષક્ષયની વિષયતારૂપ અધિકૃત અપેક્ષાથી=અધિકતર અધિકતમ દોષક્ષયની વિષયતારૂપ અંશથી ક્ષીણદોષત્વ સ્વરૂપ અધિકૃત અપેક્ષાથી, ઉપપન્ન થાય છે. વળી પરને=બ્રાહ્મણોને, કોઈ રીતે નથી=શિષ્ટની તરતમતાનો વ્યવહાર કોઈ રીતે ઘટતો નથી; કેમ કે સર્વને વેદપ્રામાણ્યાભુપગમ આદિમાં વિશેષનો અભાવ છે-સર્વ બ્રાહ્મણો ‘વેદવચન પ્રમાણ છે' ઇત્યાદિ રૂપ શિષ્ટતા લક્ષણના સ્વીકારના વિષયમાં વિશેષતા અભાવવાળા છે.
આના દ્વારા=શિષ્ટનું તરતમતાવાળું લક્ષણ બ્રાહ્મણોમાં ઘટતું નથી એમ પૂર્વમાં કહ્યું એના દ્વારા, ‘વેદવિહિત-અર્થ-અનુષ્ઠાતૃત્વ શિષ્ટપણું છે’ એ પણ નિરસ્ત જાણવું; કેમ કે યાવદ્ અને તદ્ એકદેશના વિકલ્પ દ્વારા= યાવદ્-વેદવિહિતઅર્થ-અનુષ્ઠાતૃત્વ કે વેદવિહિતઅર્થ-એકદેશ-અનુષ્ઠાતૃત્વરૂપ વિકલ્પ દ્વારા અસંભવ અને અતિવ્યાપ્તિનો પ્રસંગ છે=‘યાવ-વેદવિહિત અર્થ-અનુષ્ઠાતૃત્વ રૂપ શિષ્ટનું લક્ષણ કરવામાં આવે તો કોઈપણ બ્રાહ્મણમાં શિષ્ટનું લક્ષણ સંભવે નહીં. તેથી અસંભવ દોષનો પ્રસંગ છે; અને ‘વેદવિહિત અર્થનું એકદેશઅનુષ્ઠાતૃત્વ'રૂપ શિષ્ટનું લક્ષણ કરવામાં આવે તો વેદવચનાનુસાર અહિંસાદિનું પાલન કરનારા બૌદ્ધાદિને પણ શિષ્ટ માનવા પડે. તેથી બૌદ્ધાદિમાં શિષ્ટના લક્ષણની અતિવ્યાપ્તિનો પ્રસંગ છે.
* ટીકામાં પ્રસાર્ પછી ‘T' છે, તે વધારાનો ભાસે છે, પણ પાઠ ઉપલબ્ધ થયો નથી.
ૐ ‘વેવપ્રામાખ્યન્યુપામાવો' - બ્રાહ્મણો શિષ્ટનું લક્ષણ કરે છે કે ‘વેપ્રામાખ્યાખ્યુપામે સતિ વેવાપ્રામાખ્યાનબ્યુપામ:', તેથી અહીં ‘આવિ’ થી ‘વેવપ્રામાભ્યામ્બુવામ:' સિવાયના અંશનો સંગ્રહ છે.
ભાવાર્થ:
‘વેવપ્રામાખ્યાખ્યુપામે તિ વેવાપ્રામાખ્યાનમ્યુવનમઃ શિષ્ટત્વ' રૂપ બ્રાહ્મણોએ કરેલું શિષ્ટનું લક્ષણ અનેક પરિષ્કાર કરવા છતાં સંગત નથી; કેમ કે યુક્તિયુક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org