________________
સમ્યગ્દષ્ટિદ્વાત્રિંશિકા/બ્લોક-૩૧
૧૨૧
વેદવચનો પ્રમાણ દેખાય છે, તેટલાં વેદવચનોને પ્રમાણ સ્વીકારે છે. તેથી જૈનોમાં શિષ્યનું લક્ષણ ઘટશે નહીં; છતાં શિષ્ટનું લક્ષણ જૈનોમાં ઘટે છે, એમ તમે જે કહ્યું તે કથનથી તમને નિગ્રહસ્થાનની પ્રાપ્તિ થઈ; કેમ કે “અસંબદ્ધ પદાર્થનું કથન કરનાર નિગ્રહસ્થાનને પ્રાપ્ત કરે છે.” એ પ્રકારનો નિયમ છે અને અમારા વડે કરાયેલું શિષ્યનું લક્ષણ જૈનોમાં ઘટતું નથી, છતાં તમે કહો છો કે શિષ્ટનું લક્ષણ જૈનોમાં ઘટે છે. માટે નિગ્રહસ્થાનની પ્રાપ્તિ છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે
-
યુક્તિયુક્ત અર્થમાં યુક્તિનું ઉદ્ભાવન ક૨વું એ અનિગ્રહસ્થાન છે; વસ્તુતઃ યુક્તિવાળા અર્થમાં યુક્તિના ઉદ્ભાવનને બદલે શાસ્ત્ર પ્રમાણ છે એ પ્રકારનું કથન કરવું એ નિગ્રહસ્થાન છે; અને આ કથનને પુષ્ટ કરવા અર્થે વાદી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજીકૃત ‘સંમતિતર્ક' ગ્રંથ ખંડ-૩, શ્લોક-૪૫ની સાક્ષી આપે છે -
‘જે હેતુવાદના પક્ષમાં હેતુવાદથી કથન કરે છે તે સિદ્ધાંતના પ્રરૂપક છે, અન્ય સિદ્ધાંતના વિરાધક છે.’
તેથી એ પ્રાપ્ત થાય કે હેતુવાદના પક્ષરૂપ જે યૌક્તિક અર્થ છે, તે સ્થાનમાં, ‘શાસ્ત્ર કહે છે માટે પ્રમાણ છે' એમ કહીને જેઓ યુક્તિને જોડે નહીં, તેઓ નિગ્રહસ્થાનને પ્રાપ્ત કરે છે. તેથી વેદવચનોના જે સ્થાનમાં જે જે યુક્તિયુક્ત નયવચનો છે, તે સ્થાનમાં તે તે નયની યુક્તિથી જૈનો તેને સ્વીકારે છે અર્થાત્ જે જે વેદવચનો જે જે નયની યુક્તિથી સંગત છે, તે તે નયથી પ્રમાણરૂપે જૈનો સ્વીકારે છે. માટે જૈનો નિગ્રહસ્થાનને પામે છે, તેમ કહેવું ઉચિત નથી.
અહીં પૂર્વપક્ષી કહે કે વેદમાં ૨હેલું વેદત્વ જ પ્રામાણ્યનું પ્રયોજક છે, એમ અમે સ્વીકારીએ છીએ, અને તેથી અમે યાવદ્વેદને પ્રમાણ સ્વીકારીએ છીએ; અને જૈનો વેદમાં રહેલા વેદત્વને પ્રામાણ્યનું પ્રયોજક સ્વીકારતા નથી, તેથી યાવર્વેદને પ્રમાણ સ્વીકારતા નથી, પરંતુ તે તે નયથી વેદને પ્રમાણ સ્વીકારે છે. માટે શિષ્યનું લક્ષણ જૈનોમાં ઘટતું નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે
“પ્રામાણ્યમાં વેદત્વ પ્રયોજક નથી, પરંતુ સત્યત્વ પ્રયોજક છે”; કેમ કે લોકમાં પણ જે પ્રચલિત શબ્દો છે, તે અવિસંવાદી હોય તે જ પ્રમાણ છે; યુક્તિ અને અનુભવ સાથે અસંગત થતાં હોય તેવાં વચનો પ્રમાણ સ્વીકારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org