________________
૧૨૦
સમ્યગ્દદ્વિત્રિશિકા/શ્લોક-૩૧ સ્યાદ્વાદસંગત યુક્તિથી વેદનું પ્રમાણ સ્વીકારે એટલામાત્રથી શિષ્ટતું લક્ષણ તેમનામાં સંગત થશે, એમ કહી શકાય નહીં. એ પ્રકારનો શ્લોકના ઉત્તરાર્ધના ઉત્થાનનો ધ્વનિ છે. રૂતિ ગદ એથી કહે છે : એથી શ્લોકના ઉત્તરાર્ધમાં કહે છે –
અને પ્રામાણ્યમાં વેદત્ય પ્રયોજક નથી, પરંતુ સત્યત્વ જ=સત્યત્વ જ પ્રયોજક છે; કેમ કે લોક શબ્દનું પણ લોકમાં પ્રચલિત શબ્દનું પણ, અવિસંવાદીનું પ્રમાણપણું છે. એથી પતઆં='વેદત્ર પ્રમાણમાં પ્રયોજક છે' એ, શ્રદ્ધામાત્ર છે. તિ=એથી તિઆવ્યાવ-વેદપ્રામાણ્યઅભ્યપગમ= સર્વવેદ પ્રમાણ છે એ પ્રકારનો સ્વીકાર શિષ્ટત્વ છે એ, વિશ્વિઅર્થ વગરનું છે. ૩૧
* “નોકરન્દ્રસ્થાપિ' - અહીં ‘પ' થી એ કહેવું છે કે આગમમાં પ્રસિદ્ધ શબ્દના તો અવિસંવાદપણાનું પ્રમાણપણું છે, પરંતુ લોકમાં પ્રસિદ્ધ શબ્દના પણ અવિસંવાદીપણાનું પ્રમાણપણું છે. ભાવાર્થ -
શ્લોક-૨૬માં ગ્રંથકારશ્રીએ ઉત્કર્ષ અને અપકર્ષને અવ્યવસ્થિત બતાવીને શિષ્ટના લક્ષણમાં અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દોષ બતાવ્યા. તેના નિવારણ માટે બ્રાહ્મણોએ શ્લોક-૨૭માં શિષ્ટનું લક્ષણ કહ્યું કે “સ્વતાત્પર્યમાં કાર્ચથી વેદને પ્રમાણ સ્વીકારે તે શિષ્ટ કહેવાય; અને તે લક્ષણ પ્રમાણે શ્રુતપરિકર્મિત મતિવાળા સમ્યગ્દષ્ટિ પણ સ્વતાત્પર્યમાં વેદને પ્રમાણ સ્વીકારે છે, માટે સમ્યગ્દષ્ટિ શિષ્ટ છે, તેમ ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યું. ત્યાં સમ્યગ્દષ્ટિમાં પ્રાપ્ત થતા શિષ્ટના લક્ષણના નિવારણ માટે બ્રાહ્મણોએ સ્થાપન કર્યું કે - “સ્વસિદ્ધાંતઉપજીવ્ય-વેદપ્રામાણ્યનો સ્વીકાર જેને હોય તે શિષ્ટ છે.'
તેનાથી અર્થથી એ પ્રાપ્ત થયું કે “યુક્તિઉપજીવ્ય એવા વેદને જે પ્રમાણ સ્વીકારે તે શિષ્ટ કહેવાય;' અને તેમ સ્વીકારવાથી જૈનો પણ સ્વતાત્પર્યમાં યુક્તિઉપજીવ્ય વેદને પ્રમાણ સ્વીકારે છે, માટે જેનો શિષ્ટ છે, આ પ્રકારનો અર્થ પ્રાપ્ત થયો. ત્યાં બ્રાહ્મણો કહે કે “જૈનો સંપૂર્ણ વેદને પ્રમાણ સ્વીકારતા નથી. વળી વેદવચનોને મિથ્યાશ્રુત કહે છે. માત્ર સ્યાદ્વાદસંગત યુક્તિથી જેટલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org