________________
સમ્યગ્દદ્વિત્રિશિકા/શ્લોક-૩૦-૩૧
૧૧૭ વળી અયૌક્તિક આગમના અસંવાદિતને જૈનો સ્વીકારે છે, તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ આપે છે –
ભગવાનનાં સર્વ જ વચનો યુક્તિપ્રતિષ્ઠિત છે, અને તેથી ભગવાનના વચનના પરમાર્થને જાણનારા સમ્યગ્દષ્ટિ જીવો મિથ્યાશ્રુતના તાત્પર્યને પણ સ્યાદ્વાદસંગત યુક્તિથી જ ગ્રહણ કરે છે. તેથી સ્યાદ્વાદસંગત યુક્તિથી જે વચનો તેમને યથાર્થ દેખાય છે, તે વેદવચનોને જૈનો પ્રમાણરૂપે માને છે. માટે યુક્તિઉપજીવ્યત્વ સ્વસિદ્ધાંત-ઉપજીવ્યત્વ છે' તેમ બ્રાહ્મણ સ્વીકારે તો બ્રાહ્મણોનું કરાયેલું શિષ્ટનું લક્ષણ જૈનોમાં સંગત થશે. એટલું જ નહીં પણ બ્રાહ્મણોમાં શિષ્ટનું લક્ષણ સંગત થશે નહીં, કેમ કે “સ્વસિદ્ધાંત-ઉપજીવ્યત્વ'નો અર્થ “યુક્તિઉપજીવ્યત્વ કર્યા પછી સર્વ વેદવચનોને એકાંતથી બ્રાહ્મણો પ્રમાણરૂપે સ્વીકારે છે, પરંતુ તે તે નયઅપેક્ષાએ યુક્તિયુક્ત એવાં વેદવચનોને તે તે નયઅપેક્ષાએ સત્યરૂપે સ્વીકારતા નથી, પણ એકાંત સત્યરૂપે સ્વીકારે છે; અને વેદવચનો તે તે નયઅપેક્ષાએ સ્વીકારવામાં ન આવે તો યુક્તિથી જે વેદવચનો સિદ્ધ થાય તેમ નથી, છતાં તેવાં વેદવચનોને એકાંતે પ્રમાણ સ્વીકારે તેવા બ્રાહ્મણોમાં શિષ્ટનું લક્ષણ ઘટે નહીં. તેથી બ્રાહ્મણોએ કરેલું શિષ્ટનું લક્ષણ અર્થથી શ્રુતપરિકર્મિત મતિવાળા સમ્યગ્દષ્ટિમાં જ ઘટે, અન્યમાં નહીં. ૩૦ળા અવતરણિકા :
યતા – અવતરણિકાર્ય :
જે કારણથી – ભાવાર્થ :
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે “યુક્તિ-ઉપજીવ્યત્વ આપણા બંનેમાં સમાન છે, તેથી બ્રાહ્મણો વડે કરાયેલું શિષ્ટનું લક્ષણ જૈનોમાં ઘટે છે.” ત્યાં બ્રાહ્મણો કહે કે “જૈનો સ્યાદ્વાદસંગત યુક્તિથી વેદનાં વચનોને પ્રમાણ સ્વીકારે છે, તોપણ સર્વ વેદવચનોને પ્રમાણ સ્વીકારતા નથી, વસ્તુતઃ “વેદને પ્રમાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org