________________
૧૧૬
સમ્યગ્દચ્છિાત્રિશિકા/શ્લોક-૩૦ એવાં જે વેદવચનો છે, તે વેદવચનોને જ પ્રમાણરૂપે સ્વીકારે છે, પરંતુ અન્ય વેદવચનોને પ્રમાણરૂપે સ્વીકારતા નથી, માટે શિષ્ટનું લક્ષણ જૈનોમાં જશે નહીં.
તેને ગ્રંથકારશ્રી કહે છે કે આ રીતે પૂર્વપક્ષી શિષ્ટના લક્ષણનો પરિષ્કાર કરે તો અન્ય આગમ સાથે સંવાદી એવા સ્વઅભિપ્રાયમાં અન્ય આગમ સાથે સંવાદી એવાં વેદવચનોમાં અવ્યાપ્તિ પ્રાપ્ત થાય છે અર્થાત્ જૈન અને બૌદ્ધો પણ “કોઈ જીવની હિંસા ન કરવી' તેમ માને છે, અને તે અન્ય આગમની સાથે સંવાદી એવા “કોઈ જીવની હિંસા ન કરવી એ પ્રકારના વેદવચનોમાં અન્ય આગમ અસંવાદિત્વ નથી, પરંતુ અન્ય આગમ સંવાદિત્વ છે. તેથી અન્ય આગમ “અનુપજીવ્યત્વનો અર્થ “અન્ય-આગમ-અસંવાદિવ” કરી શકાય નહીં. આમ છતાં તેનો અર્થ કરવામાં આવે તો શિષ્ટ બ્રાહ્મણમાં પણ શિષ્ટના લક્ષણની અવ્યાપ્તિ પ્રાપ્ત થાય, તેથી શિષ્ટ બ્રાહ્મણને પણ અશિષ્ટ કહેવાની આપત્તિ આવે; કેમ કે બ્રાહ્મણો વેદવચનોને પ્રમાણ સ્વીકારે છે, અને તે વેદવચનો કોઈક સ્થાનમાં અન્ય આગમ સાથે સંવાદી છે, પરંતુ અસંવાદી નથી.
હવે શિષ્ટના લક્ષણમાં આવતા અવ્યાપ્તિ દોષના નિવારણ માટે બ્રાહ્મણો કહે કે “અયૌક્તિક એવું અન્ય-આગમ-અસંવાદીપણું અન્ય-આગમ-અનુપજીવ્યત્વ છે, તો ગ્રંથકારશ્રી કહે છે કે અમને પણ તે કથન માન્ય છે; કેમ કે અમે પણ અયૌક્તિક આગમના અસંવાદીને જ સ્વીકારીએ છીએ અર્થાત્ “યુક્તિ વગરના આગમો સાથે જેનું અસંવાદિત્વ હોય તે અન્ય-આગમ-અનુપજીવ્યત્વ છે, તેમ સ્વીકારીએ છીએ. તેથી જેમ વેદનું લક્ષણ કરનાર બ્રાહ્મણો યુક્તિ વગરના અન્ય આગમની સાથે અસંવાદિત્વને અન્ય-આગમ-અનુપજીવ્યત્વ સ્વીકારે છે, તેમ જૈનો પણ “યુક્તિ વગરના આગમોની સાથે અસંવાદિત્વને જ અન્યઆગમ-અનુપજીવ્યત્વ સ્વીકારે છે.
તેથી એ ફલિત થાય કે યુક્તિયુક્ત કોઈ પણ દર્શનની માન્યતા હોય તેને બ્રાહ્મણો પ્રમાણરૂપે સ્વીકારે છે, તેમ યુક્તિયુક્ત કોઈ પણ દર્શનની માન્યતા હોય તેને જૈનો પણ પ્રમાણરૂપે સ્વીકારે છે. માટે બ્રાહ્મણોએ કરેલા શિષ્ટના લક્ષણમાં યુક્તિઉપજીવ્યપણું જૈનોને અને બ્રાહ્મણોને સમાનરૂપે માન્ય છે. તેથી બ્રાહ્મણોએ કરેલું શિષ્ટનું લક્ષણ જૈનોમાં સંગત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org