________________
૧૧૫
સમ્યગ્દચ્છિાત્રિશિકા/શ્લોક-૩૦
મિથ્યાશ્રુતતાત્પર્યપ' - અહીં ‘મપિ' થી એ કહેવું છે કે સમ્યગ્દષ્ટિ જીવો સમ્યકુશ્રુતનું તાત્પર્ય તો સ્યાદ્વાદસંગત યુક્તિથી ગ્રહણ કરે છે, પરંતુ મિથ્યાશ્રુતનું તાત્પર્ય પણ સ્યાદ્વાદસંગત યુક્તિથી ગ્રહણ કરે છે. ભાવાર્થ -
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે શ્રુતપરિકર્ષિત મતિવાળા સમ્યગ્દષ્ટિ જીવો વેદવચનોને પણ તે તે નય અપેક્ષાએ સમ્યગુ રૂપે ગ્રહણ કરે છે, માટે બ્રાહ્મણોએ કરેલું શિષ્ટનું લક્ષણ જૈનશાસનને સ્વીકારનાર સમ્યગ્દષ્ટિમાં સંગત થશે; અને બ્રાહ્મણોને જેનો શિષ્ટરૂપે માન્ય નથી, તેથી બ્રાહ્મણો પોતાના લક્ષણમાં શું પરિષ્કાર કરીને જૈનોમાં શિષ્ટનાં લક્ષણની અતિવ્યાપ્તિ દૂર કરી શકે તે ગ્રંથકારશ્રી જણાવે છે –
ગ્રંથકારશ્રી બ્રાહ્મણોને કહે છે કે સ્વસિદ્ધાંત ઉપજીવ્ય તમારું તાત્પર્ય છે, તેથી શિષ્ટનું લક્ષણ જૈનોમાં સંગત થાય નહીં, એ પ્રકારની જો તમારી મતિ હોય તો યુક્તિઉપજીવ્યત્વ આપણા બંનેમાં સમાન છે.
આશય એ છે કે બ્રાહ્મણો કહે કે “અમારાં વેદવચનોને આગળ કરીને જેઓ વેદને પ્રમાણ કહે તે શિષ્ટ છે અને જૈનો તો વેદથી અન્ય એવા જૈનોના આગમોના ઉપજીવ્ય તાત્પર્યથી સકલ વેદને પ્રમાણ સ્વીકારે છે; અને અમારા કથન પ્રમાણે “અન્ય-આગમ-અનુપજીવ્ય-સકલવેદ-પ્રામાણ્ય-અભ્યપગમ હોય તે શિષ્ટ બને છે. તેથી અમારું શિષ્ટનું લક્ષણ જૈનોમાં ઘટશે નહીં. બ્રાહ્મણોની આવી મતિ સામે ગ્રંથકારશ્રી કહે છે –
આમ સ્વીકારવાથી યુક્તિઉપજીવ્યપણું આપણા બંનેનું સમાન થશે અને તેનો ભાવ ગ્રંથકારશ્રી “માં બાવ:' થી સ્પષ્ટ કરતાં કહે છે –
પૂર્વપક્ષી “અન્ય-આગમ-અનુપજીવ્યત્વનો અર્થ “અન્ય-આગમ-અસંવાદિત્વ' કરે તો જૈનોમાં શિષ્ટનું લક્ષણ ઘટે નહીં. તે આ રીતે –
વેદથી અન્ય જે જૈનોનાં આગમો છે તે અન્ય આગમો છે, અને તેની સાથે જેનો મેળ ન મળતો હોય તે અન્ય-આગમ-અસંવાદી કહેવાય; અને તેને અન્ય-આગમ-અનુપજીવ્ય સ્વીકારો તો જેનો પોતાના આગમની સાથે સંવાદી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org