________________
૧૧૪
સમ્યગ્દષ્ટિદ્વાર્ગિશિકા/શ્લોક-૩૦ તા ત્યારે, આપણા બંનેનું પણ અવિશેષથી યુક્તિઉપજીવ્યત્વ છે. (તેથી શિષ્ટનું લક્ષણ જેમ બ્રાહ્મણોમાં ઘટે છે તેમ જૈનોમાં પણ ઘટે છે.)
આ ભાવ છે શિષ્ટનું લક્ષણ સ્વસિદ્ધાન્તઉપજીવ્ય તાત્પર્યમાં બ્રાહ્મણો સ્વીકારે તો યુક્તિઉપજીવ્યત્વ બંનેનું પણ સમાન છે, એમ પૂર્વમાં કહ્યું એનો આ ભાવ છે -
અન્ય-આગમ-અનુપજીવ્યત્વ જો અન્ય-આગમ-અસંવાદિત્વ છે, તો તત્સવાદી એવા સ્વઅભિપ્રાયમાં અન્ય આગમની સાથે સંવાદી એવા વેદના અભિપ્રાયમાં= કોઈ જીવની હિંસા કરવી જોઈએ નહીં તેવા બૌદ્ધો વડે સ્વીકારાયેલ આગમની સાથે સંવાદી એવા વેદના અભિપ્રાયમાં, અવ્યાપ્તિ છે અચઆગમ-અનુપજીવ્યત્વની અવ્યાપ્તિ છે. કેમ કે તે વેદનું વચન અત્રે આગમ સાથે અસંવાદવાળું નથી, પરંતુ સંવાદવાળું છે.)
અને તે અવ્યાપ્તિદોષના નિવારણ માટે પૂર્વપક્ષી કહે કે --
જો અયોક્તિક તદ્અસંવાદિત્વ છે અયૌક્તિક અન્ય આગમ અસંવાદિત્ય જો અન્ય આગમ અનુપજીવ્યત્વ છે, તો અમારું પણ તાત્પર્ય અયોક્તિક આગમ અસંવાદી જ છેઅયોક્તિક એવા આગમતી સાથે અસંવાદી જ છે. (તેથી યુક્તિ ઉપજીવ્યપણું બ્રાહ્મણોને અને જેનોને સમાન છે.)
વસ્તુતઃ જૈનો તો પોતાના જ આગમને પ્રમાણ માને છે, અન્યના આગમને પ્રમાણ માનતા નથી. તેથી અયૌક્તિક આગમ અસંવાદી જ અન્ય આગમ અનુપજીવ્યત્વ જૈનો માને છે એ કેમ નક્કી થાય ? તેમાં હેતુ ધે છે –
સર્વ જ ભગવાનના વચનનું યુક્તિપ્રતિષ્ઠિતપણું હોવાને કારણે મિથ્યાશ્રુતના તાત્પર્યનું પણ સ્યાદ્વાદ સંગત યુક્તિથી જ ગૃહમાણપણું છે. (તેથી અયોક્તિક આગમનાં અસંવાદી એવાં સર્વ વેદવચનોને જૈનો પ્રમાણરૂપે સ્વીકારે છે. માટે પૂર્વપક્ષી જે શિષ્ટતું લક્ષણ કરે છે, તે જૈનોમાં સંગત થાય છે.) ૩૦પ
“સામપિ' - અહીં “પ' થી એ કહેવું છે કે બ્રાહ્મણોને તો અયોક્તિકઅન્ય- આગમ-અસંવાદિત્વ અન્ય-આગમ-અનુપજીવ્યત્વ છે, પરંતુ અમને પણ=જેનોને - પણ, અયૌક્તિક-આગમ-અસંવાદિ જ અન્ય-આગમ-અનુપજીવ્યત્વ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org