________________
સમ્યગ્દગ્લિાનિંશિકા/બ્લોક-૨૯
૧૧૧ હવે શિષ્ટનું લક્ષણ જૈનોમાં કેમ ઘટતું નથી, તે બતાવવા અર્થે પૂર્વપક્ષી કહે કે સમ્યગ્દષ્ટિ જીવો મિથ્યાશ્રુતને પણ સમ્યકુશ્રુતરૂપે પરિણમન પમાડે છે, એ રીતે તો એ પ્રાપ્ત થાય કે જૈનો વેદમાં પ્રમાનું નિમિત્તપણુંમાત્ર સ્વીકારે છે, પરંતુ પ્રમાકરણત્વ સ્વીકારતા નથી અર્થાત્ વેદ પ્રામાણિક બોધનું નિમિત્તમાત્ર છે તેમ સ્વીકારે છે, પરંતુ પ્રામાણિક બોધને કરાવનાર છે એમ સ્વીકારતા નથી, અને બ્રાહ્મણો વેદને પ્રામાણિક બોધ કરાવનાર સ્વીકારે છે, માટે વેદમાં પ્રમાકરણત્વ છે તેમ માને છે; અને જેઓ વેદમાં પ્રમાકરણત્વ સ્વીકારતા હોય તેઓ શિષ્ટ છે, એમ અમે કહીએ છીએ. માટે અમારું કરાયેલું શિષ્ટનું લક્ષણ જેનોમાં સંગત થશે નહીં. તેને ગ્રંથકારશ્રી કહે છે : તારી વાત બરાબર નથી; કેમ કે તારા વડે કહેવાયેલું પ્રમાકરણત્વ જ પ્રમાણત્વ છે, એ પ્રમાણે સર્વ પ્રમાતૃઓ સ્વીકારતા નથી.
આશય એ છે કે વેદવચનોને યુક્તિ અને અનુભવથી ઉચિત સ્થાને યોજન કર્યા વગર સ્વતાત્પર્યાનુસાર વેદને પ્રમાણ સ્વીકારવું અર્થાત્ “આ વેદો પ્રામાણિક બોધ કરાવનાર છે' એમ સ્વીકારવું, એવું પ્રમાકરણત્વ બ્રાહ્મણો માને છે; અને એવું પ્રમાકરણત્વ જ વેદનું પ્રમાણપણું છે, એ પ્રમાણેનું પ્રમાણપણું સર્વ પ્રમાતૃઓ સ્વીકારતા નથી, પરંતુ યુક્તિ અને અનુભવથી અવિરુદ્ધ એવું પ્રમાકરણત્વ જ પ્રમાણત્વ છે, એ પ્રમાણે વિચારક પ્રમાતૃઓ સ્વીકારે છે; સ્યાદ્વાદદષ્ટિથી પરિષ્કૃત મતિવાળા સમ્યગ્દષ્ટિ જીવો વેદને જે પ્રમાણ સ્વીકારે છે તે યુક્તિ અને અનુભવથી અવિરૂદ્ધ એવી નયદૃષ્ટિથી સ્વીકારાયેલ પ્રમાકરણત્વ છે. જ્યારે બ્રાહ્મણો તો કોઈ દૃષ્ટિ વગર સ્વસ્વમાન્યતા અનુસાર વેદને પ્રમાણ સ્વીકારે છે. આથી જ તૈયાયિકો જે દૃષ્ટિકોણથી વેદને પ્રમાણ સ્વીકારે છે, તે દૃષ્ટિકોણથી વેદાંતીઓ વેદને પ્રમાણ સ્વીકારતા નથી, પરંતુ સ્વદૃષ્ટિકોણથી વેદને પ્રમાણ સ્વીકારે છે; અને જે દૃષ્ટિકોણથી વેદાંતીઓ વેદને પ્રમાણ સ્વીકારે છે, તે દૃષ્ટિકોણથી તૈયાયિકો વેદને પ્રમાણ સ્વીકારતા નથી, પરંતુ સ્વદૃષ્ટિકોણથી વેદને પ્રમાણ સ્વીકારે છે. વસ્તુતઃ વિચારક પ્રમાતૃ તો પદાર્થ જે દૃષ્ટિકોણથી યુક્તિસંગત હોય તે દૃષ્ટિકોણથી પ્રમાણ સ્વીકારે છે, અને જૈનો તો જે નયદૃષ્ટિથી વેદવચનો સુસંગત છે, તે નયદૃષ્ટિથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org