________________
૧૧૦
સમ્યગ્દષ્ટિપ્લાનિંશિકા)ોક-૨૯ ભાવાર્થ :
પૂર્વશ્લોક-૨૮માં કહ્યું કે ભગવાનના શ્રતથી પરિકર્મિત મતિવાળા સમ્યગ્દષ્ટિ જીવો પરદર્શનોને તે તે નયઅપેક્ષાએ પ્રમાણ સ્વીકારે છે.
તેનાથી એ પ્રાપ્ત થાય કે પરદર્શનની કોઈ પણ યુક્તિયુક્ત વાતો કોઈક એક નયઅપેક્ષાએ સત્ય હોય છે, પરંતુ તે તે દર્શનવાળા એક નય ઉપર એકાંતે સ્વદર્શનનું સ્થાપન કરે છે, તેથી જૈનો તેઓની એકાંત માન્યતાનો સ્વીકાર કરતા નથી, પરંતુ જે ન અપેક્ષાએ તેમનું વચન સત્ય છે, તે નયઅપેક્ષાએ તેમનું વચન પ્રમાણભૂત માને છે. તેથી શિષ્ટના લક્ષણમાં પરિષ્કાર કરીને જો બ્રાહ્મણો કહે કે “સ્વતાત્પર્યમાં કાર્ય વેદને પ્રમાણ સ્વીકારે તે શિષ્ટ છે તો તે નિયમ પ્રમાણે જૈનો પણ સ્વતાત્પર્યમાં તે તે નયઅપેક્ષારૂપ
સ્વતાત્પર્યમાં, વેદને પ્રમાણ સ્વીકારે છે. માટે બ્રાહ્મણો વડે કરાયેલું શિષ્ટનું લક્ષણ જૈનોમાં ઘટે છે, એમ ગ્રંથકારશ્રી કહે છે.
બ્રાહ્મણો વડે કરાયેલું શિષ્ટનું લક્ષણ જૈનોમાં કેમ ઘટે છે ? તે બતાવે છે -
જૈનશાસનના પરમાર્થને જાણનારા એવા સમ્યગ્દષ્ટિ જીવો જે શ્રુત ગ્રહણ કરે છે, તે મિથ્યાશ્રુત હોય તો પણ તે શ્રુત સમદ્યુત બને છે; કેમ કે સમ્યગ્દષ્ટિને તે વેદપુરાણાદિક શ્રુત યથાર્થ બોધનું નિમિત્ત છે અર્થાત્ વેદપુરાણાદિકનું વક્તવ્ય જે નયથી સુસંગત થયું હોય તે નયથી તે શ્રુતના તાત્પર્યને સમ્યગ્દષ્ટિ ગ્રહણ કરે છે, અને જે નયથી તે વચન સંગત નથી તે નયથી તે શ્રતને ગ્રહણ કરતા નથી. તેથી સમ્યગ્દષ્ટિને કોઈપણ દર્શનનું શ્રુતજ્ઞાન યથાર્થ બોધનું નિમિત્ત બને છે; અને મિથ્યાદૃષ્ટિ જીવોની એકાંત વાસનાવાળી દૃષ્ટિ હોવાને કારણે સમ્યક્ આચારાંગાદિ શ્રુત ભણે તોપણ, પોતાની એકાંત દૃષ્ટિ અનુસાર આચારાંગાદિના અર્થોને ગ્રહણ કરીને મિથ્યાશ્રુતરૂપે પરિણમન પમાડે છે. આ પ્રકારની જિનશાસનના સિદ્ધાંતની મર્યાદા છે=આ પ્રકારનો સિદ્ધાંત જૈનશાસન કહે છે. તેથી જૈનદર્શનને પામેલા વિવેકી એવા સમ્યગ્દષ્ટિ જીવો વેદવચનોને પણ ઉચિત સ્થાને જોડીને સમ્યક્ પરિણમન પમાડે છે. માટે “સ્વતાત્પર્યમાં સમ્યગ્દષ્ટિ જીવોને વેદ પ્રમાણરૂપે ભાસે છે માટે બ્રાહ્મણોએ કરેલું શિષ્ટનું લક્ષણ જૈનોમાં ઘટે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org