________________
૧૦૭.
સમ્યગ્દદ્વિત્રિશિકા/શ્લોક-૨૭-૨૮ પ્રામાણિક અર્થનો બોધ કરાવનાર છે. માટે આ શ્રુતિમાં પ્રામાણ્યકરણત્વ છે અર્થાત્ પ્રામાણિક બોધ કરાવવાનું સામર્થ્ય છે તે રીતે શ્રુતિને સર્વ બ્રાહ્મણો પ્રમાણ સ્વીકારે છે. માટે સર્વ બ્રાહ્મણો શિષ્ટ છે, અને જે બ્રાહ્મણ શ્રુતિને પ્રમાણરૂપે ન સ્વીકારતા હોય તેને અમે શિષ્ટ કહેતા નથી. માટે શિષ્ટના લક્ષણમાં અવ્યાપ્તિદોષ નથી.
પૂર્વપક્ષીએ કાર્ચથી વેદપ્રામાણ્ય સ્વીકારનાર બ્રાહ્મણને શિષ્ય તરીકે સ્વીકારી, તેમાં આવતા અવ્યાપ્તિદોષના પરિહાર માટે કહ્યું કે નૈયાયિકો કે વેદાંતીઓ પોતપોતાના તાત્પર્યને અનુસાર સર્વ શ્રુતિને પ્રમાણ સ્વીકારે છે, તેથી તેઓ શિષ્ટ છે. આ પ્રકારના વિકલ્પમાં ગ્રંથકારશ્રી કહે છે –
સ્વતાત્પર્યમાં શ્રુતિને પ્રમાણ સ્વીકારનાર શિષ્ટ છે, તેમ સ્વીકારીએ તો જૈનો પણ શિષ્ટ છે તેમ બ્રાહ્મણોને સ્વીકારવું પડે; કેમ કે સામાન્યથી શ્રુતિ નયરૂપ હોવાને કારણે જૈનો પણ તે તે નય અપેક્ષાએ શ્રુતિને પ્રમાણ સ્વીકારે છે, માટે જૈનોને પણ સ્વતાત્પર્યમાં શ્રુતિ પ્રમાણ છે. જૈનો નય અપેક્ષાએ શ્રુતિને પ્રમાણરૂપે સ્વીકારે છે, તેની પુષ્ટિ કરવા માટે ગ્રંથકારશ્રી યુક્તિ આપે છે કે “જેટલા પરસમયો છે=જેટલાં પરદર્શનો છે, તેટલા જ નયો છે એ પ્રકારની માન્યતા જૈન શાસ્ત્રના શ્રતથી પરિકર્મિત મતિવાળાઓની છે. તેથી સર્વદર્શનનાં વચનોને તે તે નય અપેક્ષાએ જૈનો પ્રમાણ સ્વીકારે છે. માટે જેનોને પણ સકલ વેદપ્રામાણ્યનો અભ્યપગમ છે.
આથી “વેદપ્રામાણ્યમનૃત્વરૂપ શિષ્ટનું લક્ષણ કરીને “જૈનો વેદને પ્રમાણ માનતા નથી, માટે અશિષ્ટ છે તેમ બ્રાહ્મણો કહે છે, તે વચન સંગત નથી; વસ્તુતઃ જો જૈનો પણ સ્વતાત્પર્યમાં શ્રુતિને પ્રમાણ સ્વીકારતા હોવા છતાં જો બ્રાહ્મણો જૈનોને અશિષ્ટ કહે તો નૈયાયિક મતાનુસાર વેદાંતીઓ અશિષ્ટ સિદ્ધ થાય, અને વેદાંત મતાનુસાર નૈયાયિકો અશિષ્ટ સિદ્ધ થાય; કારણ કે નૈયાયિકો કે વેદાંતીઓ પણ સ્વસ્થતાત્પર્યમાં શ્રુતિને પ્રમાણ માને છે, અન્ય તાત્પર્યમાં નહીં. ર૭-૨૮મા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org