________________
૧૦૬
સમ્યગ્દષ્ટિદ્વાત્રિંશિકા/શ્લોક-૨૭-૨૮
આ રીતે દેશથી વેદપ્રામાણ્ય સ્વીકારનારને શિષ્ટ કહીએ તો બૌદ્ધાદિમાં અતિવ્યાપ્તિ આવે અને કાર્ત્યથી વેદપ્રામાણ્યના સ્વીકારને શિષ્ટ કહીએ તો સર્વ બ્રાહ્મણોમાં અવ્યાપ્તિદોષ આવે છે. આ બંને દોષોને દૂર કરવા અર્થે પૂર્વપક્ષી કહે કે સ્વઅભિપ્રાયની અપેક્ષાએ યાવદ્-વેદપ્રામાણ્ય-અભ્યુપગમ જેને હોય તે શિષ્ટ છે, તેમ સ્વીકારીશું, તો કાર્ન્ડથી વેદપ્રામાણ્ય સ્વીકારનાર બ્રાહ્મણોમાં અવ્યાપ્તિ આવશે નહીં; કેમ કે સ્વસ્વતાત્પર્યમાં નૈયાયિકો, વેદાંતીઓ આદિ શ્રુતિને પ્રમાણરૂપે માને છે.
આ પ્રકારની પૂર્વપક્ષીની કલ્પનાને સામે રાખીને ગ્રંથકારશ્રી કહે છે કે આ “પ્રકારની મતિ યુક્ત નથી; કેમ કે નૈયાયિકો અને વેદાંતીઓ પણ સ્વસ્વતાત્પર્યમાં સર્વ શ્રુતિઓને પ્રમાણ સ્વીકારતા હોવા છતાં, કોઈક દૂરવબોધ એવી શ્રુતિનું પોતાના કલ્પિત અર્થ અનુસા૨ તાત્પર્યનું ગ્રહણ ન કરી શકતા હોય ત્યારે, તે શ્રુતિના પ્રામાણ્યનું ગ્રહણ નૈયાયિકાદિ બ્રાહ્મણોને થતું નથી. તેથી સર્વ શ્રુતિને પ્રમાણ સ્વીકારનાર બ્રાહ્મણની પ્રાપ્તિ દુર્લભ થશે. માટે મોટા ભાગના બ્રાહ્મણો શિષ્ટ નથી, તેમ માનવાનો પ્રસંગ આવશે; કેમ કે સ્વતાત્પર્યમાં સર્વ વેદપ્રામાણ્યનો અભ્યુપગમ દુઃશક્ય છે અર્થાત્ પોતાની માન્યતા અનુસાર સર્વશ્રુતિની સંગતિ ક૨વી દુષ્કર છે. તેથી જે બ્રાહ્મણ પોતાની માન્યતા અનુસાર શ્રુતિની સંગતિ કરી શકે નહીં, તે બ્રાહ્મણને તે શ્રુતિમાં પોતાની માન્યતા અનુસારે પ્રામાણ્યનો બોધ નથી. તેથી તે બ્રાહ્મણમાં સર્વ વેદના પ્રામાણ્યનો અભ્યપગમ પ્રાપ્ત થાય નહીં. માટે શિષ્ટના લક્ષણમાં અવ્યાપ્તિદોષનો પરિહાર થઈ શકશે નહીં.
આ અવ્યાપ્તિદોષના નિવારણ માટે પૂર્વપક્ષી કહે કે અનાકલિત તાત્પર્યવાળી પણ શ્રુતિમાં પ્રમાઉપહિતત્વનો અગ્રહ હોવા છતાં પણ પ્રમાકરણત્વનો સુગ્રહ છે. માટે શિષ્યનું લક્ષણ બ્રાહ્મણોમાં અવ્યાપ્ત થશે નહીં.
આશય એ છે કે બ્રાહ્મણો સ્વસ્વતાત્પર્યમાં સર્વ શ્રુતિને પ્રમાણ સ્વીકારતા હોય, અને કોઈક શ્રુતિનું તાત્પર્ય સ્વકલ્પિત અર્થ અનુસાર જોડી શકતા ન હોય, તે વખતે તે શ્રુતિનું તાત્પર્ય તેઓને ગ્રહણ થયું નથી. તેથી તે શ્રુતિમાં ‘આ પ્રકારનું શ્રુતિનું તાત્પર્ય છે' તેવું પ્રમાઉપહિતત્વનું ગ્રહણ નથી, તોપણ ‘સર્વશ્રુતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org