________________
૧૦૫
સમ્યગ્દચ્છિાત્રિશિકા/શ્લોક-૨૭-૨૮ લક્ષણમાં આવતા અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દોષના નિવારણ માટે અવતરણિકામાં એક જન્મને આશ્રયીને શિષ્ટનું લક્ષણ બતાવ્યું, તેથી અવ્યવસ્થિત એવા ઉત્કર્ષ અને અપકર્ષને કારણે આવતી અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દોષનું નિવારણ થયું. હવે એક જન્માવચ્છેદન શિષ્ટનું લક્ષણ ગ્રહણ કરીએ તો કાર્ચ અને દેશના વિકલ્પથી શિષ્ટના લક્ષણમાં અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દોષ આવે છે. તેને ગ્રંથકારશ્રી બતાવે છે --
ગ્રંથકારશ્રી બે વિકલ્પ કરે છે. તે આ પ્રમાણે – (૧) જે બ્રાહ્મણ સંપૂર્ણ વેદના પ્રામાણ્યને સ્વીકારે છે તે શિષ્ટ છે ? કે (૨) જે બ્રાહ્મણ દેશથી વેદના પ્રામાણ્યને સ્વીકારે છે તે શિષ્ટ છે ?
પ્રથમ વિકલ્પ પ્રમાણે સંપૂર્ણ વેદના પ્રામાણ્યને સ્વીકારે તેવા બ્રાહ્મણને શિષ્ટ કહેવામાં આવે તો બ્રાહ્મણોમાં પણ શિષ્ટનું લક્ષણ અવ્યાપ્ત થાય છે; કેમ કે વેદાંતને માનનારા બ્રાહ્મણો નૈયાયિકને અભિમત શ્રુતિને પ્રમાણ માનતા નથી, અને નૈયાયિકો વેદાંતીને અભિમત શ્રુતિને પ્રમાણ માનતા નથી. તેથી વેદાંતને માનનારા બ્રાહ્મણોને તૈયાયિકને અભિમત શ્રુતિ પ્રમાણ નથી, અને નૈયાયિક બ્રાહ્મણોને વેદાંતને અભિમત શ્રુતિ પ્રમાણ નથી. તેથી કાર્ચથી સર્વ શ્રુતિનો પ્રમાણરૂપે સ્વીકાર કોઈ બ્રાહ્મણમાં પ્રાપ્ત થાય નહીં. માટે કાર્ચથી= સંપૂર્ણ, વેદને પ્રમાણ સ્વીકારે તેને શિષ્ટ કહીએ તો શિષ્ટનું લક્ષણ અવ્યાપ્તિ દોષવાળું પ્રાપ્ત થાય.
કાર્યથી વેદપ્રામાણ્ય સ્વીકારનારને શિષ્ટ સ્વીકારીએ તો અવ્યાપ્તિ દોષ આવે છે, તેમ પૂર્વમાં બતાવ્યું. તે અવ્યાપ્તિ દોષના નિવારણ માટે પૂર્વપક્ષી દેશથી વેદપ્રામાણ્ય સ્વીકારનારને શિષ્ય તરીકે સ્વીકારે તો તે પ્રમાણે દેશથી વેદને પ્રમાણ સ્વીકારના બધા બ્રાહ્મણોમાં શિષ્ટનું લક્ષણ સંગત થઈ જાય, તેથી પૂર્વમાં બતાવેલ અવ્યાપ્તિદોષ પ્રાપ્ત થાય નહીં, પરંતુ તે વિકલ્પમાં બૌદ્ધાદિમાં શિષ્ટનું લક્ષણ અતિવ્યાપ્ત થાય છે, કેમ કે “ હિંસ્થા સર્વભૂતન' અર્થાત્ “સર્વ જીવોની હિંસા કરવી જોઈએ નહીં' એ પ્રકારની શ્રુતિ અને “અગ્નિ ઠંડીનું ઔષધ છે,' એ પ્રકારની શ્રુતિ બૌદ્ધાદિ પણ સ્વીકારે છે. માટે દેશથી વેદને પ્રમાણ સ્વીકારે તેને શિષ્ટ કહીએ તો શિષ્ટનું લક્ષણ અતિવ્યાપ્તિદોષવાળું પ્રાપ્ત થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org