________________
સમ્યગ્દદ્વિાત્રિંશિકા/પ્રસ્તાવના
સમકિતીમાં સંગત થાય છે. તેથી બ્રાહ્મણોએ કરેલ ‘વેવપ્રામાયમતૃત્વ શિષ્ટત્વ' એ લક્ષણમાં આવતા દોષો શ્લોક-૧૭ થી ૨૧ સુધી બતાવ્યા.
४
અંતે પદ્મનાભે કરેલ શિષ્યના લક્ષણમાં પરિષ્કાર તથા નિરાકરણ શ્લોક-૨૨ થી ૩૧ સુધી નવ્યન્યાયની પરિભાષામાં સુંદર રીતે કરેલ છે, જેના દ્વારા પૂ. ઉપાધ્યાયજી મહારાજાની તાર્કિક શક્તિનું દર્શન થાય છે. આ દ્વાત્રિંશિકાનો ઉત્તરાર્ધ ગૂઢ નવ્યન્યાયની પરિભાષાની ગૂઢતા, કર્કશતા અને સૂક્ષ્મતાથી ભરેલો હોવાથી વાચકવર્ગને બૌદ્ધિક કસરત કરવાની આવશ્યકતા રહે તેવો છે.
પ્રબળ રાગ-દ્વેષનો ક્ષય થયેલ હોવાથી સમ્યગ્દષ્ટિમાં જ ‘અંશત: ક્ષીળોપરૂશિષ્ટત્વ' સંગત થાય છે; કેમ કે નિરતિશય આનંદના ભાજનવાળા સમ્યગ્દષ્ટિ છે, અને આ શિષ્ટત્વની તરતમતાનો વ્યવહાર સકલજનપ્રસિદ્ધ છે, તેથી સમ્યગ્દષ્ટિ જ શિષ્ટ છે, તેમ બ્લોક-૩૨માં ગ્રંથકા૨શ્રી સ્થાપન કરે છે.
યોગમાર્ગસંદર્શક ગુરુવર્યોની સતત વરસતી દિવ્ય કૃપાવૃષ્ટિ અને નિર્મળ અમીદ્રષ્ટિથી, તેમજ યોગમાર્ગમર્મજ્ઞ અને યોગમાર્ગનો મને બોધ કરાવવામાં ધર્મબોધકર સ્વ. પ.પૂ. મોહજિતવિજયજી મહારાજાએ (મોટા પંડિત મહારાજાએ) જગાડેલી જ્ઞાનયોગની સાધનાની રુચિથી, પ.પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબના તથા પ. પૂ. યશોવિજયજી મહારાજ સાહેબના સંવેગવર્ધક યોગગ્રંથોના અભ્યાસમાં નિરંતર યત્ન થતો રહ્યો. તેમાં પણ યોગગ્રંથોના પઠન-પાઠનમાં સતત રત પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ, જે જૈનશાસનના જ્ઞાનનિધિને પ્રકાશિત કરી રહ્યા છે, તેમના દ્વારા કરાયેલા ગ્રંથોના વિવેચનને લખવાનું કાર્ય કરી સંકલના કરવાની પુણ્ય તક પ્રાપ્ત થઈ, જેના કારણે નાદુરસ્ત તબિયતમાં પણ સતત પ્રસન્નતા જળવાઈ રહી. ખરેખર ! મારા જીવનમાં સ્વાધ્યાયરૂપ સંજીવનીએ ઔષધિનું કાર્ય કરેલ છે.
આ ‘સમ્યગ્દષ્ટિદ્વાત્રિંશિકા'ના ગુજરાતી વિવરણના પ્રસંશોધનાદિ કાર્યમાં શ્રુતોપાસક, શ્રાદ્ધવર્ય શ્રી શાંતિલાલ શિવલાલ શાહનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે તથા સા. દૃષ્ટિરત્નાશ્રીનો અને સા. આર્જવરત્નાશ્રીનો સુંદર સહાયકભાવ પ્રાપ્ત થયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org