________________
સમ્યગ્દદ્વિત્રિશિકા/પ્રસ્તાવના
સમ્યગ્દષ્ટિ જીવોને તત્ત્વની પ્રાપ્તિ થયા પછી મિથ્યાત્વનો ઉદય થાય, કે તેવા પ્રકારનાં બાહ્ય નિમિત્તોને કારણે સમ્યત્વથી ભ્રષ્ટ થાય તેવા સંક્લેશને પામે, અને આરંભાદિ અનુચિત પ્રવૃત્તિ કરે, તોપણ ગ્રંથિભેદના કાલમાં સત્તામાં રહેલી કર્મસ્થિતિને ઓળંગી અધિક સ્થિતિ ક્યારેય બાંધતા નથી, એ ભ્રષ્ટ પણ સમ્યગ્દષ્ટિ જીવોનો શોભન પરિણામ છે અર્થાત્ પ્રાપ્ત થયેલ સુંદરપણું સર્વથા જતું નથી.
વળી સમ્યગ્દષ્ટિ જીવોની સંસારની પાપપ્રવૃત્તિ પણ તખલોહપદન્યાસ તુલ્ય હોય છે અર્થાત્ લોખંડના લાલચોળ તપેલા ગોળા પર પગ મૂકવો જ પડે તેમ હોય, તો ઓછામાં ઓછો પગ મૂકીને ચાલે, કંપતા હૈયે પગ મૂકે અને ઝડપથી પાછો ઊંચકી લે, તેવી સમકિતીની સકંપ પાપપ્રવૃત્તિ જાણવી. બૌદ્ધદર્શનના બોધિસત્ત્વ માત્ર કાયપાતિ જ હોય, ચિત્તપતિ નહિ, આ વાત સમકિતીમાં સિદ્ધ થાય છે. વળી બોધિસત્ત્વો પરાર્થરસિક=પરોપકારબદ્ધ ચિત્તવાળા, બુદ્ધિમાન= પદાર્થના પરમાર્થને જોનારા, માર્ગગામી=કલ્યાણપ્રાપક પથગામી, મહાશયનસ્ફીત આશયવાળા અને ગુણરાગી હોય છે. આ બોધિસત્ત્વનાં લક્ષણો સમકિતીમાં જણાય છે.
બોધિસત્ત્વ' શબ્દના બે અર્થ શ્લોક-૧૩માં કર્યા. (૧) બોધિ વડે સમ્યગ્દર્શન વડે પ્રધાન એવા જીવો બોધિસત્ત્વો, અથવા (૨) ભાવિ તીર્થને કરનારા તીર્થકઆયોગ્ય સમ્બોધિસંપન્ન એવા જીવો બોધિસત્ત્વો. આ પ્રમાણે વ્યુત્પત્તિઅર્થથી પણ બોધિસત્ત્વ અને સમ્યગ્દષ્ટિમાં તુલ્યતા છે તેમ બતાવ્યું. ત્યાં ભવ્યત્વ અને તથાભવ્યત્વની પ્રાસંગિક વિચારણા લલિતવિસ્તરા ગ્રંથના આધારે ગ્રંથકારશ્રીએ સ્પષ્ટ અને પારદર્શક રૂપે કરેલ છે.
સમ્યગ્દષ્ટિ જીવોમાં ગ્રંથિભેદને કારણે તત્ત્વને જાણવા માટે પરમ મધ્યસ્થતા પ્રગટ થયેલી છે અને ભગવાનના વચનમાં નિશ્ચલ અનુરાગ છે. તેથી અંશથી ક્ષીણદોષપણું છે અર્થાત્ કર્મબંધના કારણભૂત મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગમાંથી મિથ્યાત્વરૂપ અંશ જવાથી અંશથી ક્ષીણદોષપણું છે. તેથી શિષ્ટપણું પણ સમ્યગ્દષ્ટિમાં જ ઘટે છે, તે શ્લોક-૧૬માં સ્થાપન કર્યું. સંપૂર્ણ શિષ્યત્વ સિદ્ધના જીવોમાં અથવા કેવળી મહાત્માઓમાં અને આંશિક શિષ્ટત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org