________________
સમ્યગ્દષ્ટિદ્વાત્રિંશિકા/શ્લોક-૨૬-૨૭-૨૮
વેદઅપ્રામાણ્ય-અભ્યુપગમનો વિરહ પ્રાપ્ત થાય છે. તેથી ‘સ્વસમાનાધિકરણ સંબંધથી વેદપ્રામાણ્યઅલ્યુપગમ-ઉત્તર કાલવૃત્તિત્વ-વિશિષ્ટ-વેદઅપ્રામાણ્ય અભ્યપગમનો વિરહ તે બ્રાહ્મણમાં પ્રાપ્ત થાય છે. તેથી અશિષ્ટ એવા તે બ્રાહ્મણમાં શિષ્ટનું લક્ષણ અતિવ્યાપ્ત થાય છે; કેમ કે તે બ્રાહ્મણે પહેલાં વેદને પ્રમાણ સ્વીકારેલ અને ઉત્તરવર્તી સ્વાપાદિકાળમાં તે બ્રાહ્મણમાં વેદઅપ્રામાણ્ય અભ્યુપગમનો વિરહ છે જ. આથી વેદપ્રામાણ્યનો અભ્યુપગમ અને વેદઅપ્રામાણ્યના અભ્યપગમનો વિરહ એકાધિકરણ છે. માટે શિષ્યનું લક્ષણ તેમાં અતિવ્યાપ્ત થાય છે. વસ્તુતઃ વેદપ્રામાણ્ય સ્વીકાર્યા પછી તે બ્રાહ્મણે વેદનું અપ્રામાણ્ય સ્વીકારેલ છે, માટે તે શિષ્ટ નથી; અને અશિષ્ટ એવા તે બ્રાહ્મણમાં અતિવ્યાપ્તિના વારણ માટે ‘સ્વોત્તર-વેદપ્રામાણ્ય-અભ્યુપગમધ્વંસ-અનાધાર’ વિશેષણ મૂકેલ છે.
૧૦૦
આ સંપૂર્ણ કથનથી એ ફલિત થાય કે કોઈ બ્રાહ્મણે વેદને પ્રમાણ સ્વીકારેલ હોય, અને ઉત્તરમાં વેદપ્રામાણ્ય-અભ્યુપગમનો ધ્વંસ તે બ્રાહ્મણમાં ન વર્તતો હોય, અને સ્વાપાદિદશામાં વેદઅપ્રામાણ્ય-અભ્યુપગમનો વિરહ હોય, એવો બ્રાહ્મણ શિષ્ટ છે; અને કોઈ બ્રાહ્મણ વેદપ્રામાણ્યને સ્વીકારે, અને પાછળથી વેદને અપ્રમાણરૂપે સ્વીકારે, અને સ્વાપાદિદશામાં વેદપ્રામાણ્ય-અભ્યુપગમઉત્તરકાલવૃત્તિત્વ-વિશિષ્ટ-વેદઅપ્રામાણ્ય-અભ્યુપગમનો વિરહ તે બ્રાહ્મણમાં પ્રાપ્ત થાય, તોપણ તે બ્રાહ્મણ વેદપ્રામાણ્ય-અભ્યુપગમ-ઉત્તરવેદપ્રામાણ્ય-અભ્યુપગમ ધ્વંસનો આધાર છે. તેથી તેમાં શિષ્ટનું લક્ષણ જશે નહીં. માટે આ પ્રકારનું શિષ્ટનું લક્ષણ કરવામાં કોઈ દોષ નથી એમ વેદને પ્રમાણ માનનાર કહે તો તેને ગ્રંથકારશ્રી અન્ય દોષ બતાવતા કહે છે
શ્લોક ઃ
अपि चाव्याप्त्यतिव्याप्ती कायदेशविकल्पतः ।
आद्यग्रहे स्वतात्पर्यान्न दोष इति चेन्मतिः ।। २७ ।। नैवं विशिष्य तात्पर्याग्रहे तन्मानताऽग्रहात् । सामान्यतः स्वतात्पर्ये प्रामाण्यं नोऽपि सम्मतम् ।। २८ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org